________________
: ૧૩: વતનમાંથી વિદાય
૮ હેગામમાં જ્યારે ભ્રાતૃચંદસૂરિ આવ્યા ત્યારે તેમના
સમાગમમાં તેઓ સારી રીતે આવ્યા હતા. એમની પ્રતિભાએ આ નવયુવકને આંજી નાંખ્યો હતો. એ વાત પહેલાં કહેવાઈ છે. જ્ઞાનનાં તેજ અનેરાં હોય છે. એનાં આકર્ષણ પણ અજબ ન હોય છે. જ્ઞાની પુરૂષ પોતાનાં જ્ઞાન દ્વારા જગતની સુંદર સેવા બજાવી શકે છે – બીજાંનાં અજ્ઞાનનું હરણ કરીને.
બહેચરદાસના મનમાં થયું : “આ સાધુપુરૂષ પાસે દીક્ષા લઉં તો કેવું?
પરંતુ તે સમયે દીક્ષા શી ને વાત શી? ' સં. ૧૯૫૯ની સાલ હતી. આચાર્ય શ્રી વિજયધર્મસુરિ ((ત વખતના મુનિરાજ શ્રી ધર્મવિજયજી) કેટલાક સાધુઓ અને વિવાથી એને સાથે લઈને પાઠશાળા સ્થાપન કરવા કાશી જતાં દહેગામ આવ્યા