________________
વતનમાંથી વિદાય
પ૭ -
મામા ઉપર કંઈ અજબ જ મોહ હતો. એક તરફથી ઉદાસીનતા હતી, બીજી તરફથી બુલાખીદાસ ઉપર અગાધ પ્રેમ હતો-મિત્રતા હતી, પણ આખરે વૈરાગ્યનો જ વિજય થશે.
એક દિવસ એમણે આત્મનિર્ણય કરી લી. દેહગામ છોડવાની તૈયારી કરી.
એમને વિદાય આપવા માટે સ્ટેશન ઉપર એમના કેટલાક મિત્રમાં એમના બુલાખો મામા,મોટા મામાનો પુત્ર મંગળદાસ ચકુભાઈ, બહેનના પુત્રના પુત્ર હરિલાલ મહાસુખરામ, બુલાખીદાસ લાલચંદ, મેહનલાલ મહાસુખ કોઠારી, અંબાલાલ પાનાચંદ, સેમચંદ મગનલાલ મોદી વગેરેનો સમાવેશ થાય છે.
જતાં જતાં એમણે પ્રતિજ્ઞા લીધી કે “કાં તો પૈસે ટકે ખૂબ સમૃદ્ધ સુખી થઈને દેહગામની ધરતી ઉપર પગ મૂકીશ અથવા સાધુ થઈને આવીશ.”