________________
:૧૧ : જીવનપલટો
તે હગામમાં એમણે વિ. સં. ૧૯૫૮ થી વિ. સં. ૧૯૬૦
જ સુધી એમ ત્રણ વર્ષ ગાળ્યાં આ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તો એમના ઉપર જાતજાતના સંસ્કાર પડી ચૂક્યા.
ગુજરાતી છ ધારણ પસાર કરી તેઓ એક વકીલને ત્યાં નેકરી રહ્યા અને એમ જીવનની શરૂઆતમાં એક કાબેલ વકીલ દ્વારા કંઈક તાલીમ લીધી.
ત્યારબાદ તેઓ એક સરાકને ત્યાં નોકરીએ રહ્યા. ત્યાં તેમને માસિક રૂપીઆ ત્રણને પગાર મળતો. તે જમાનામાં ત્રણ રૂપીઓને પગાર ઠીક ઠીક ગણતો.
ત્યારબાદ તેમણે એક વોરાજીને ત્યાં દેશી નામું લખવાનું કામ સ્વીકાર્યું. અહીં એમને માસિક રૂપીઆ પાંચ પગાર મળવા લાગ્યા.