________________
જીવનપલટે
આમ જીવનઅનુભવનાં પગથિયાં એ ક્રમે ક્રમે ચડતા ગયા.
વડેદરા રાજ્ય તરફથી લેવાતી સરવેયરની પરીક્ષા આપવાનું એમને એક વાર મન થયું. અભ્યાસ કરી એ પરીક્ષામાં તેઓ બેઠા. પેપર લખવાની લેખિત પરીક્ષામાં તેઓ ઊતીર્ણ થયા, પણ માપણની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા. એટલે પછી એ દિશાનો પ્રયાસ માંડી વાળ્યો.
એક વખત દહેગામના લોકો કેસરિયાજીની જાત્રાએ જવા નીકળ્યા. તે વખતે એમના મામાનું કુટુંબ પણ યાત્રાએ જતું હતું. એમની સાથે બહેચરદાસે પણ એ યાત્રાને લાભ લીધે.
આપણામાં કહેવત છે કે સોબત તેવી અસર. તેવી રીતે પોતાના મામાના ભાગમાં બીજા જુગારીઓની સાથે તેઓ જુગારને ચાળે પણ ચડયા. અને એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે માનવીને એક વખત જે જાતનો છંદ લાગે છે એટલે એ એને પતનને પંથે ઘસડી જાય છે.
સંસારનાં આવાં આવાં પ્રલોભનોમાંથી તો જેનાં પુણ હેય તેજ ઊગરી શકે. જુગારની બદી માનવીને કેટલી પાયમાલ કરે છે એ કંઈ કહેવું પડે એમ નથી.
આજે પણ આપણા દેશમાં જુગાર અને સુધરેલા જુગાર છેડે ચોક રમાતા થઈ ગયા છે. હવે તો આપણી સરકાર આવી હોઈ પ્રજા જીવનને ભરખી લેતાં એવા અનિષ્ટ તત્વોને એ વહેલી તકે દૂર કરશે એમાં શંકા નથી.
બહેચરદાસના જીવન પરિવર્તનનો સમય જાણે પાસે આવી લાગ્યો નય. જાણે ડૂબતા વહાણને કઈ દીવાદાંડીને પ્રકાશ માગદર્શક ન થઈ પડે એમ બહેચરદાસના જીવનનો ઉત્કર્ષ કરવા માટેની પળ આવી પડેચી.