________________
ખંડ ૧ લો
બેસાડી શકે? એટલે એમાં ખરું જોતાં શિક્ષકો કે હેડ માસ્તર કાઈ દોષને પાત્ર ન હતા. પણ જુવાની દિવાની છે ને કેટલીક વખત જુવાનની વિવેકબુદ્ધિ બહેર મારી જાય છે.
આ પ્રસંગમાં પણ આવું જ બન્યું હતું. બહેચરદાસે બીજા વિદ્યાર્થીઓની સાથે, આ અવિવેકી પ્રત્તિમાં ભાગ લીધે. એ એમના જીવનમાં ડંખ દેતી એક જ ઘટના બની ગઈ.
અભ્યાસની બાબતમાં બહેચરદાસ જોઈએ તેવા કુશળ ન હતા. ભૂગળ અને રેખાગણિતમાં તેમને રસ નહોતો પડતો.
એમના એક સહાધ્યાયીએ એમને રેખાગણિતના કેટલાક નિયમ મહામુશ્કેલીએ શીખવાડ્યા હતા. ગણિત સારું આવડતું ને સોમાંથી પંચાણું ગુણાંક એમણે મેળવ્યા હતા. જો કે મળવા તો સો જ જોઈતા હતા પણ એ પાંચ ગુણાંક કેમ કપાયા એ જ એમને મન પ્રશ્ન હતો.