________________
છપ્પનિયો દુષ્કાળ
આવશે પણ અષાઢ પણ કેરો કરકડતો વી. જનતાને લાગ્યું કે શ્રાવણ ખાલી નહિ જ જાય. સામાન્ય રીતે એક કહેવત ચાલી આવી છે કે વરસાદ બીજા વખતમાં પડે કે ન પડે, જૈનોનાં પજુસણમાં તો જરૂર આવે છે. પણ અનુભવ સિદ્ધ એ લોકેક્તિ પણ આ વર્ષે સાચી ન પડી. ભાદરવો વીત્યો. આસો ઉતર્યો પણ ચોમાસું સાવ ખાલી ગયું. છપ્પનિયાનો દુષ્કાળ એ પડે કે માનવીને માથે આફતો તૂટી પડી. રેલ્વે દ્વારા દુકાળવાળા ભાગમાં અનાજ પડોંચાડવાની વ્યવસ્થા છે કે કરવામાં આવી હતી. શ્રીમંતોએ અનાજના દાન દેવા માંડ્યાં હતાં. પ્રત્યેક સુખી સંસારી પિતાના ગજા પ્રમાણે ગરીબોને કાચુ પાકું અનાજ આપતા.
આજના જેવી કાળા બજારિયા નીતિ તે વખતે શ્રીમંતામાં ન હતી. આજે તો લાખો ભાઈ ઓંનો ભૂખે મરે: પહેરવાનું વસ્ત્રો ન મળે છતાં માનવીએ માનવતાને દૂર રાખી કાળા બજારે દ્વારા પૈસા કમાવાની જે અધમતા કરી છે તેને ઈશ્વર કદી માફ કરવાનો નથી. આવી અધમતા તે વખતે નહોતી.
દુષ્કાળ નિવારણ માટે શ્રીસંતોએ પોતાનું કર્તવ્ય બનાવ્યા છતાં ન જાણે કેમ એ ભયંકર સમયમાં એટલો બધો માનવસંહાર કેમ થયો?
બહેચરદાસનું વય તો તે વખતે તેર વર્ષનું હતું. આવા કપરા સંજોગો જેવાને સમય આવ્યો હતો. એમના ગામમાં ઠેકઠેકાણે મડદાંઓ પડ્યાં હતાં. ભીખારીઓની ચીસો સંભળાતી. ભૂખ્યા વરૂની માફક ભીખારીઓ માનવીના કાચા માંસને લપાઈ છુપાઈને ખાતા. આ હતી તે વખતના ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ.
સાઠંબા એ તાલુકાનું મુખ્ય ગામ હોવા છતાં વારંવાર ત્યાં ધાડના પ્રસંગે બનવા લાગ્યા. છુટી છવાઈ ચેરીઓ થવા લાગી. ગરીબો અને