________________
: ૫:
પિતાજીનું સુખદુ:ખ
હેવાય છે કે અમથાલાલે જ્યારે સાઠંબામાં પ્રથમ પદસંચાર
૭ કર્યો ત્યારે એમની સ્થિતિ ઘણી જ દીન હતી. એમની પાસે કોઈ પણ જાતનાં સાધન ન હતાં. પણ માણસ પ્રયત્નથી શું નથી કરી શક્ત ? સાઠંબામાં આવ્યા પછી એક દાયકામાં તો અમથાલાલના નસીબનું પાદડું ફરી ગયું. કિમતે એમને સારી યારી આપી અને એમની સ્થિતિમાં પણ સારું પરિવર્તન થયું–તેઓ ખાધે પીધે ઠીક થયા. પિતાના સંસાર વ્યવહાર ચલાવવા માટે જરૂરિયાત પૂરતું દ્રવ્ય તેમને મળતું ગયું. કતિ પણ ઝળહળવા લાગી.
પણ એકલી સંપત્તિ સુખ નથી લાવતી. એની સાથે જીવનના સુસંસ્કારોની પણ જરૂર હોય છે. એ હોય તો જ આવેલી સંપત્તિ દ્વારા મારાં કાર્યો સુઝે છે નહિ તે માનવી પાસે એ સંપત્તિ અનેક અનર્થો કરાવે છે.