________________
પિતાજીનું સુખ:દુખ
ખરું જોતાં સાધન એ સુખ નથી પણ સુખદુઃખનો બધે આધાર માનવીની મનોવ્રત્તિ ઉપર અવલંબે છે. સાચું સુખ તો તે જ પામે છે કે જે સુખ અને દુઃખમાં–લાભ અને હાનિમાં સદા સ્થિરવૃત્તિથી
અને ભતૃહરિએ કહ્યું છે તેમ निन्दतु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविषतु गच्छतु वा यथेष्ठम अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः।
એ રીતે સુખદુઃખને સરખા માનીને ગરીબાઈ કે અમીરાઈમાં પણ ડાહ્યા માણસો પોતાની ફરજ ચૂક્તા નથી. અને ખરા સુખી તે જ કહેવાય છે.
આમ તો અમથાલાલ એ રીતે સુખી કહી શકાય પણ એમની કૌટુંબિક સ્થિતિ સારી ન હતી. એમના ભાઈ રક્તપિત્તના રોગી હતા. ભોજાઈ પાગલ હતી. એટલે અમથાલાલનું જીવન કસોટી ૩૫ હતું. છતાં પ્રજામાં અને રાજદરબારમાં એમનું સારૂં સન્માન હતું - પ્રતિ હતી--મોભો હતો. સૌ સલાહ સંપ માટે તેમની પાસે આવતા.
એમનામાં વ્યવહાર કુશળતાનો એક સુંદર અને મોટો ગુણ હતો અને સૌ કોઈને પોતાના તરફ આકર્ષવાને માટે તે પૂરત હતો.
એક પ્રસંગ નોંધવા જેવો છે. એક દિવસ કિશોર બહેચરદાસ શાળામાંથી સાંજે ઘેર આવ્યો ત્યારે એણે કેટલાક સિપાઈઓને પોતાના ઘરની તપાસ કરતા દીઠા. અમથાલાલ બહાર બેઠા હતા. કેટલાક સામાન