________________
સ્વભાવ
ગયો. તે દિવસે દશેરાની સવારી નીકળવાની હતી તે માનની ખાતર બંધ રાખવામાં આવી હતી.
તે જમાનામાં આજના જેટલા વૈદ્ય કે દાકતર ન મળે. અને તેમાં ય સાઠંબા ગામમાં તો કોઈ સમ ખાવાને ય વૈદ્ય–દાકતર ન હતો. પ્રસંગેપાત સુંઠ, મરી ને જાવંત્રીનો ઉકાળો અનુભવીઓ બનાવી જાણતા. બહેચરદાસને વાગેલા ભયંકર ઘા ઉપર એક અનુભવી હજામના ઈલાજ કરાવવામાં આવ્યા. એણે બે ત્રણ મહિના સુધી કોઈ ખાસ વનસ્પતિની પટ્ટીઓ બાંધી ને ઘાવ રૂઝવ્યો. પણ એ ચોટનું નિશાન આજે પણ વિદ્યાવિજ્યજીના હોઠ ઉપર મેજુદ હોઈ કાયમનું સ્મરણ બની ગયું છે.