________________
: ૨:
કૌટુમ્બિક જીવન
ચ વર્ષની વયે બહેચરદાસૂની માતાએ આ ફાની
3. સંસારમાંથી કાયમને માટે વિદાય લીધી અને માતાનું મૃત્યુ એટલે બાળકને માટે તે જીવન સર્વસ્વનો લેપ.
જે બાળકની માતા એના શિશુવયમાં એને મૂકીને જાય એના લાલનપાલનનું શું? એના જીવનઘડતરનું શું? એના સંસ્કારસિંચનનું શું ? માતાની શીળી છાયા એ તો બાળકનો જીવનવિશ્રામ છે. માતૃત્વનાં તેજ સંસારને ઉજાળી રહ્યાં છે. માતાની મમતાનાં મૂલ્ય જગતમાં કેઈથી મૂલવાય એમ નથી.
માતા પિતાની શીળી છાંયડીમાં વાત્સલ્યનાં ઝરણાં વહેતાં હોય એવા સંજોગોમાં જે બાળકને ઉછરવાનું હોય છે તે ખરેખર ભાગ્યશાળી ગણાય છે.