________________
૧૦.
ખંડ ૧ લે
પિતા કરતાં પણ માતાના વાત્સલ્યનો પ્રવાહ અધિક માનવામાં આવે છે. માતૃત્વનાં અમી સિંચનને મહિમા ખરેખર મટે છે.
રામચંદ્રજી અને કૃષ્ણચંદ્રજીને પારણે ઝૂકાવનારી માતાઓ ધન્યવાદને પાત્ર છે. એવી માતાઓ સંસારની શોભા છે. બાળકની સંસ્કારિતાનો આધાર એની માતા છે. શાસ્ત્રમાં પિતા કરતાં માતાનું મહત્ત્વ વધારે વર્ણવામાં આવ્યું છે.
ધર્માચાર્યો કરતાં પણ માતાનું સ્થાન શાસ્ત્રોએ ઉચું ગણ્યું છે उपाध्यायान् दशाचार्य आचार्याणां शत पिता। सहस्रं तु पितृन माता, गौरवेणातिरिच्यते ॥
અને ગૃહજીવનના આપણા લાડીલા કવિ સ્વ. બેટાદકરે માતૃત્વનાં ગુણ ગાતાં લખ્યું છે :
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ; એથી મીઠી તે મોરી માત રે !
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.
દેને દૂધ એનાં દોહ્યલાં રે લોલ; શશીએ સિંચેલ એની સેડય રે!
જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ,
છે
'
ગંગાનાં નીર તે વધે ઘટે રે લોલ, સરખે એ પ્રેમનો પ્રવાહ રે !
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ,