________________
ખંડ ૨ જો
પણ ત્રણ ગગ્ગાની ગળી ઉર્ફે લાડવા ખાઈ તાગડધીન્ના કરનાર સાધુઓની દુનિયાને મુદ્દલે જરૂર નથી. દુનિયા તે આજે એ સાધુવરોને ઝંખી રહી છે કે જે એનો ઉદ્ધાર કરે-પતનને પંથે વિચરી ચૂકેલા માનવીઓને કલ્યાણને રાહ બતાવે. આત્માને માનવતાને રંગે રંગી જીવનને ધન્ય બનાવે. લેકસેવામાં જ પોતાનું જીવતર ખરચી નાંખે. બહેચરદાસના મનમાં થતું કે “જે આ પ્રકારનો સાધુ બનાય તે - જિંદગી સાર્થક થાય.”
ભારતવર્ષની જનતા પાર્વથી સાચી સાધુતાને વંદન કરતીપૃતી આવી છે. ભારતી મૈયાના લાડીલા સાચા સાધુઓએ પોતાનાં જીવનધન પ્રજાકલ્યાણમાં ખચી પિતાની જાતને ધન્ય બનાવી છે.
અને તેથી જ સમાજમાં સાધુપુરુષનું સ્થાન સદા ઊંચું છે. અને ધર્મમાં પણ ગુરૂનું ગૌરવ ઘણું માનવામાં આવે છે. કે જૈન ધર્મના ગુરૂ ત્યાગી હોય છે; સંયમી હોય છે. અહિંસા એનો જીવનમંત્ર હેય છે. આવા સાધુ બનવાની બહેચરદાસને લગની લાગી હતી અને જ્યાં મન ચકકસ મનસૂબો કરે છે પછી એ નથી ફરતે.
સમેત શિખરથી કલકત્તા તરફ જવા માટે આખા સંઘ રવાના થયો તેજ દિવસે પહેલે મુકામ ચાસચઠ્ઠી નામના એક નાનકડા ગામમાં થયો હતે.
સાંજે જમી રહ્યા બાદ ગુરૂદેવના એક શિષ્ય શ્રી. ભકિતવિજયજી મહારાજે બહેચરદાસને પોતાની પાસે બોલાવીને કહ્યું: ‘તું આજકાલ પ્રતિક્રમણ નથી કરતું. સામાયિક પણ નથી કરતા. કંઈક તે ધર્મધ્યાન કરવું જોઈએ.”