________________
: ૨૦ :
પ્રસ્થાન
પ્ર
કાશ પછી અંધારું તે અંધારા પછી પ્રકાશ--એમ સંસારનું ચક્ર પણ દરેક વિષયમાં ચાલ્યા કરે છે. બહેચરદાસ પાશાળામાં અભ્યાસ કરી રહ્યા હતા, અને જે સસ્થા શ્રીધર્મવિજયજી મહારાજ જેવા મહાપ્રતાપી સંતપુરુષની છત્રછાયા નીચે ચાલી રહી હતી. અને જેની ખ્યાતિ આખા ભારતવર્ષમાં જ નહિ, યુરોપ અમેરિકા સુધી ફેલાઈ હતી, એ સંસ્થા ઉપર પણ અશાન્તિનાં વાદળ ચઢી આવ્યાં. માનવીના હૃદયમાં ઇર્ષ્યા, દેધ, અભિમાનની જ્વાળા જ્યારે પ્રકટ થાય છૅ, ત્યારે તે લીલું કે સુકું સૌને બાળી ભસ્મ કરે છે. સારા નરસાના કે ન્યાય અન્યાયના ખ્યાલ એને રહેતા નથી. શ્રીધર્મવિજયજી મહારાજની સાથે રહેતા સાધુએ પૈકી કેટલાક સાધુઓને તેમના ઉપર ઇર્ષ્યા થઇ. તેમણે ખટપટ ઉભી ક્રરી.. કેટલાક સ્વાર્થ સાધુ વિદ્યાર્થી એને તેમણે પક્ષમાં લીધા. પરિણામે સુંદર રીતે ચાલી રહેલા કાર્યને ધકકા પહોંચ્યા. તે સાધુએ તે ચાલ્યા ગયા તે ગયા, પણ અનેક કષ્ટો ઉડાવી કાશી જેવા ક્ષેત્રમાં પાડશાળાને