________________
પાઠશાળાની પ્રસિધિ
૮૩
એક વખતે કાશીનરેશના પ્રમુખપદે પાઠશાળાને વાર્ષિકોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો હતો. પણ કેટલાક અનિવાર્ય કારણસર તેઓ આવી શક્યા ન હતા અને પ્રમુખસ્થાન તેમના પુત્રે લીધું હતું. વિદ્યાર્થીઓ નિરૂત્સાહ થયા. લોકોમાં નિરાશા વ્યાપી ગઈ ગુરૂદેવને પણ દુ:ખ થયું.
બીજે દિવસે તપાસ કરતાં એમ જાણ થઈ કે કાશીનરેશ આવતા હતા તે વખતે માર્ગમાં બ્રાહ્મણોએ રેકી કર્યું હતું:
“અમારા માથા વાઢીને આપ જૈન પાઠશાળા માં જઈ શકે છો. અમે આપને નહિ જવા દઈએ. આપ તે મહાદેવના અવતાર છે. તમારાથી જેન સાધુ પાસે શી રીતે જવાય ? ”
એટલે કાશીનરેશે આ ધર્મ સંકટ ટાળવા પોતે ન આવતાં પિતાના પુત્રને મોકલ્યો હતો. આ જાતની બ્રાહ્મણની Àબુદિ ગુરૂદેવના પ્રભાવથી સમય જતાં નષ્ટ થવા પામી