________________
: ૧૯ : પાઠશાળાની પ્રસિદ્ધિ
2] ડાક સમયમાં આ પાઠશાળાએ કાશી ક્ષેત્રમાં સારી
કે નામના મેળવી. કાશીમાં જ નહિ પણ દૂર દૂર સુધી એ પાઠશાળા અને એના સ્થાપકની સુવાસ મઘમઘ મહેકવા લાગી.
ભારત ધર્મ મહામંડળના અધિષ્ઠાતા સ્વામી જ્ઞાનાનંદજી, મિસીસ એની બીસેન્ટ, પંડિત મદનમોહન માલવિયા, રાજા મોતીચંદજી વગેરે સ્થાનિક કેટલીય પ્રસિદ્ધ વ્યક્તિઓ ગુરુદેવની પ્રસંશક બની હતી. પાઠશાળાની શુભેચ્છક બની હતી. - હિંદી ભાષાના કવિસમ્રાટ મૈથિલીશરણ ગુપ્ત અને “સરસ્વતી 'ના સંપાદક શ્રી મહાવીર પ્રસાદ ત્રિવેદી જેવાઓ પણ ગુરૂદેવની કાર્યશક્તિ જોઈ મુગ્ધ થઈ ગયા હતા. તે વખતના કાશીનરેશ મહારાજા પ્રભુનારાયણસિંહે પણ ગુરૂદેવને નિમંચ્યા હતા અને ધર્મચર્યા કરી આશીર્વાદ મેળવ્યા હતા.