________________
પ્રસ્થાન
૮પ
સ્થાપન કરનાર, શ્રી ગુરુદેવનું મન પણ ઉદાસ બન્યું, અને તેમણે પણ મગધ અને બંગાળ પ્રદેશમાં જવાનો નિર્ણય કર્યો.
આખરે સં. ૧૯૬૩માં શ્રી ધર્મવિજયજી મહારાજે સમેત શિખર અને કલકત્તા તરફ પ્રયાણ કર્યું. તેમની સાથે પચીસ વિદ્યાર્થીઓએ પણ પ્રયાણ આદર્યું હતું. એ પચીસ પૈકીના બહેચરદાસ પણ એક હતા.
શ્રી ધર્મવિજયજીના એક શિષ્ય વલ્લભવિજય સાથે બહેચરદાસને સારે સ્નેહ બંધાયો. તેમની સાનિધ્યમાં તેઓ વધુ સમય ગાળતા.
અને આમ ગુરૂદેવની સાથે સાથે પૂર્વદેશીય તમામ નગરીઓની યાત્રાઓ કરી.
મુસાફરીમાં ઘણું ઘણું જાણવાનું મળે છે. અભ્યાસવૃત્તિ હોય તો એમાંથી ઘણે બોધપાઠ ભણી શકાય છે. એનાં કષ્ટો પણ અનેક છે. એ પણ ભોગવતાં પ્રવાસીએ શીખવું જોઈએ.
આ પ્રવાસ દરમિયાન જુદાજુદા દેશની ભાષા, રીતરિવાજો, રહેણી કરણી, ખાનપાન, જુદી જુદી જાતિઓની સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરવા મળે છે. તેમાં ય એતિહાસિક-પુરાતન નગરીઓના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક અભિરૂચિવાળાને પ્રાચીન સ્થળોનું વિહંગાવલોકન કરવાની તક મળે છે. તે સિવાય જુદી જુદી રૂચિના માનવીઓના સંપર્કમાં આવવાનું મળતાં એમના સ્વભાવને પણ અભ્યાસ કરવા મળે છે.
ગુરૂદેવના શિષ્ય મુનિ દ્રવિજયજી ઇતિહાસના સારા જ્ઞાતા હતા. તેઓ ઈતિહાસની વાતો, પ્રસંગો સૌ વિદ્યાર્થીઓને સમજાવતા હતા.
ગુરૂદેવનું એ તે લોકેમાં અહિંસા અને જ્ઞાનને પ્રચાર કરવાનું હતું. નાનામોટા ગામમાં આ રીતે પ્રવચન કરવાથી ખૂબ લાભ થયો. તે