________________
શ્રી શાંતિનગર જૈન સંઘના પ્રમુખ શ્રી જયંતિલાલ ભાઉ, આગેવાન કાર્યકર શ્રી મનુભાઈ સી. શાહ, શ્રી રસિકભાઈ જોટાણાવાળાએ આ પ્રકાશનમાં સારે સહયોગ આગે છે. તેમાંય શ્રી રસિકભાઈ સાંડેસરાવાળાએ નિઃસ્વાર્થ ભાવે આ પ્રકાશમાં ઉડે રસ ધરાવી અમને સારી સહાય કરી છે. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. અમારી પર મંગળ આશીર્વાદ છે જ પણ સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજી મ. સા. તથા સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ. એ (. બેન મ.) આ પ્રકાશન માટે ખૂબ ખૂબ પરિશ્રમ લીધે છે તેમને અને સહુ વડીલોને અમે ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
વિદ્વાન વ્યાખ્યાતા પૂ. પંન્યાસ પ્રવર રાયશ વિજયજી મ. સા. અનેકાનેક શાસનભક્તિ તથા ગુરુભક્તિના કાર્યમાં લીન હોવા છતાં આટલું આલેખન કરી શકયા છે તે આશ્ચર્યકારી છે....અનમેદનીય છે. પણ વાંચક જનતાની જે જોરદાર માંગણું છે તેને લક્ષ્યમાં રાખીને તેઓશ્રીને પુનઃ યાદ કરાવીએ છીએ કે હવે આગળના ભાગ-૨ તથા ભાગ-૩નું મેટર અમને શીધ્ર તૈયાર કરી આપે અને અમને શીધ્ર આ ત્રણમાંથી મુક્ત કરે.
અમે અભિલાષા રાખીએ છીએ કે આગામી વૈશાખ માસમાં જ્યારે ભરૂચના મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા છે તે પહેલાં આ પ્રકાશન અમે પૂરું કરવા સમર્થ બનીએ.
આ પ્રકાશન માટે સુયોગ્ય નોંધ કરનાર તથા પ્રેસ કેપી કરનાર તેમજ મુફ સંશાધન વિગેરે કરીને આ પ્રકાશનને સુગ્ય બનાવનાર પૂ. મુનિરાજ રનયશવિજયજી