________________
પૂ. ગુરુદેવ આર્ષદૃષ્ટિના સ્વામી છે. તેથી પૂ. ગુરુદેવે પિતાના આદર્શને જીવંત કરનાર અનેક શિષ્ય તૈયાર કર્યા છે, પૂજ્યશ્રીને શિષ્ય પરિવાર વિદ્વાન–કિયારૂચિ ધરાવનારઆગમ જ્ઞાતા છે. સર્વ શિષ્ય ગુરુ ચરણે સમર્પિત છે. ગુર્વાસા શિરોમાન્ય કરનાર છે. પણ તેમાં પૂ. પંન્યાસ રાજ્યશ વિજયજી મ. સા. એક એવા શિષ્ય છે, જેમણે આ જીવન ગુરુદેવના અભિપ્રાયને અનુસરણ કરવા પ્રયત્ન કર્યો છે.
પ્રસ્તુત ગ્રંથ લેખનની પ્રથમ પ્રેરણા અને શુભાશિષ પણ તારક પૂ. ગુરુદેવના જ છે. પૂ. ગુરુદેવ એક એવા મહાન ગુરુવર છે જેઓ સદા શિષ્યના સમુત્કર્ષના ચાહક અને
અભિલાષક છે. સદાના ગુરુ કુલવાણી પૂ. પં. રાજ્યશ વિ. મિ. સા. ગુરુ નિશ્રામાં વિ. સં. ૨૦૪૧ના અમદાવાદ શાંતિનગરના ચાતુર્માસમાં તેઓએ ‘અભિનવ મહાભારત” ના મનનીય પ્રવચન આપેલ. આ છે અભિનવ મહાભારતના પ્રવચનકારની ગુરુ પરંપરા.