________________
શ્રી અભિનવ મહાભારતના પ્રવચનકારની
1 ગુરુ પરંપરા : ક
' ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના પંચમ ગણધર સુધર્મા સ્વામીએ દ્વાદશાંગીની પ્રરૂપણ કરી. ગણધર ગૌતમ સ્વામીની ૭૭ મી પાટે જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ આચાર્ય ભંગવંત લબ્ધિસૂરીશ્વરજી મ. સા.. થયા. પૂ. પા. આચાર્ય ભગવંત લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પ્રચંડ પ્રતિભાના સ્વામી અને આગમ શાસ્ત્રના પરમ અધ્યેતા. હતા. ષદર્શનના પારંગત પરમ વિદ્વાન અને અજોડ વ્યાખ્યાનકાર હતા. અનેક ગ્રંથના પ્રણેતા હતા. પૂજ્યશ્રીનું સાચું સજન અનેક વિદ્વાન શિષ્ય રત્નોનું હતું. પૂ. પા. નિત્ય ભક્તામર સ્તોત્ર સમારાધક તીર્થ પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત વિક્રમસૂરીશ્વરજી મ. સા. તેઓના મહાન વિદ્વાન શિષ્યોમાંના એક વિશિષ્ટ કોટિના વિદ્વાન પટ્ટધર શિષ્ય છે. પૂ. પા.. તીર્થપ્રભાવક ગુરુદેવશ્રીના જીવનની અનેક વિશિષ્ટતા છે જે દ્વારા તેઓએ અદ્દભુત અનુપમ કોટિની શાસન પ્રભાવના. કરી ભારતભરમાં “જૈન જ્યતિ શાસન" ને દિવ્યનાદ ગુંજિત કર્યો છે. ૨૧૦૦ કીલે મીટર અને ૩૦૦૦ કીલે મીટરની દીર્ઘ સંઘયાત્રા દ્વારા ભારતના ગામે-ગામે નગરે—નગરે જિનવાણ ગુંજિત કરી છે. -