________________
[શ્રેણી–૧]
રક શ્રી ભીષ્મ પિતામહ [ ગાંગેય ] જન્મ.....
યુગાદિદેવ ઋષભનાથ ભગવાનના ભરત વિગેરે સો પુત્ર હતા. તે સો પુત્રોમાં એક કુરુ નામને પણ પુત્ર હતા, આ કુરુના નામ પરથી કુરુદેશ વિખ્યાત થયેલ છે. કુરુના પુત્ર હસ્તી પરથી હસ્તિનાપુર વસ્યું. આ હસ્તનાપુરની ગાદી પર અનેક પ્રતાપી રાજાઓ થયા. જેમાં “શાંતનુ પણ એક પ્રતાપી રાજ થયે. આ પ્રતાપી રાજા દરેક રીતે સુગ્ય છે, પણ તેમને સેનાની થાળીમાં લેઢાની મેખની માફક એક દુષ્ટ શેખ છે. તેમને શિકાર ખેલવાની એક બુરી આદત છે. મહારાજા શાંતનુને પિતાને ખરાબ વ્યસન પર તિરસકાર છે પણ આદત સે લાચારે મહારાજા શાંતનુ આ શિકાર છોડી. શકતા નથી. એકવાર શિકાર માટે જંગલમાં ગયા છે. ત્યાં એક હરણ પાછળ દોડ્યા. હરણ નિશાન ચૂકવી ખૂબ આગળ દોડી. જાય છે. ત્યાં એક ભવ્ય મહેલ દેખાય છે. સાહસિક શાંતનુ તે મહેલમાં પ્રવેશ કરે છે. મહેલના ઉપરના માળે એક સ્વરૂપવતી રંભા જેવી કુમારીકા છે. સાથે એક દાસી છે. શાતનુને “આ કોણ છે?” તેવો પ્રશ્ન થતાં પહેલાં તો. દાસીનો આવકાર મળે છે. હસ્તિનાપુરના મહારાજા શાંતનુ નું સ્વાગત કરતી દાસી પાસેથી આશ્ચર્ય ચક્તિ બનેલ શાંતનુ કુમારિકાને પરિચય માંગે છે. મહારાજા શાંતનુને સમજાય છે કે સામે બેઠેલી કુમારિકા એક વિદ્યાધર રાજાની એકની