________________
[ ૬૨ ].
શ્રી કરવિજયજી ભાવમય છું–જેમ ખાણમાં અનાદિકાળથી સુવર્ણ અને પાષાણ મળીને રહ્યા હોય તેની જેમ. તેમ જ ક્ષીરનીરની જેમ કર્મ સાથે આત્મા અનાદિકાળથી મળીને રહ્યો છે, મિથ્યાત્વમેહનીય કર્મના પ્રબળ ઉદયથી સ્વસ્વરૂપનું ભાન ભૂલી દેહાદિક પર દ્રવ્યમાં નિજ પણું માની બેઠા છે, તેથી અનંત કાળ ભવભ્રમણ કર્યું. હવે ઉક્ત આવરણાદિક કિંચિત્ દૂર થતાં સદગુરુની કરુણાગે યા તત્ત્વજ્ઞાની મહાપુરુષોનાં હાર્દિક વચને શાસ્ત્રો કે લેખોદ્વારા વાંચતાં, સાંભળતાં, સ્વપરના સ્વરૂપનું ભાન થયું. પરમગુરુના શરણથી અકિંચનભાવ નિર્વિઘપણે ચાહું છું.
ક્યમાં હવે કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. આ ભાવના સંસારસમુદ્રથી તારવા જહાજ સમાન છે. પરિગ્રહ-મમત્વને મહાબંધનરૂપ જાણું છાંડ તે અકિંચન ધર્મ છે. ઉક્ત ધર્મ જેને પ્રગટ થયા છે તેને પરિગ્રહ પ્રત્યે આસક્તિ રહેતી નથી, તથા આત્મધ્યાનમાં લીનતા થાય છે. તે દેહાદિક પરભવમાં મમત્વ રાખતા નથી અને નિજ સ્વરૂપમય રત્નત્રયીમાં પ્રવૃત્તિ કરે છે. ઈન્દ્રિયના વિષયેમાં દોડતું મન અટકી જાય છે અને દેહ પ્રત્યે સનેહ-રાગ-મોહ છૂટી જાય છે. ગમે એવા સાંસારિક સુખને ક્ષણિક અને પરિણામે દુઃખરૂપ સમજે છે, તેથી તેની વાંછા કેમ જ કરે ? ખરો સંવેગ-વૈરાગ્ય જાગતાં ગમે તેવી અને ગમે તેટલી પ્રાપ્ત થયેલી બાહ્ય ઋદ્ધિને તૃણની પેઠે તજે છે. અનાદિ કાળથી જે કઈ સિદ્ધિ પદને પામ્યા છે તે અકિંચન ધર્મની ભાવનાથી પામ્યા છે. તીર્થંકરાદિક સિદ્ધ થયા તે અકિંચન ધર્મનો મહિમા છે. અકિંચન ધર્મ સર્વોત્કૃષ્ટ પણે સાધુપુરુષને હોય છે અને અંશથી ગૃહસ્થને પણ હોય છે. સંતેષ ગે આત્મા ઉન્નતિ સાધે છે.