________________
[૧૬]
શ્રી કપૂરવિજ્યજી માણસ પિતાનું દુઃખ જાણે છે તે બહારનાનું દુઃખ જાણે છે, પોતાનું પણ જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા ઈચ્છતા નથી.
ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખતે ( પ્રમાદ ન કરતે), પરંતુ પ્રાપ્ત થયેલા ભેગ પદાર્થોમાં વૈરાગ્ય પામી લેકપ્રવાહને અનુસરવાનું છોડી દેજે.
સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષોના સંગમાં રહેવું અને અનેક પ્રકારનાં દુઃખથી દુઃખી એવા સ્થાવર જંગમ પ્રાણીઓને પિતાની કોઈપણ ક્રિયાથી પરિતાપ ન આપો. આમ કરનારે તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારો મહામુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે.
ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણા રહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શીખા જેવા તેજસ્વી તે વિદ્વાન ભિક્ષુના તપ તથા પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે.
એક બીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય? અરે મુનિ તે સમતાને બરાબર સમજીને પોતાના આત્માને નિર્મળ કરનાર હોય છે.
જગતમાં જ્યાં ત્યાં સર્વત્ર આરામ છે, એમ સમજીને ત્યાંથી ઇંદ્ધિને હઠાવીને, સંયમી પુરુષે જિતેંદ્રિય થઈને વિચ રવું. જે પિતાના કાર્યો સાધવા ઈચ્છે છે તેવા વીર પુરુષ જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું.
મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર (Indifferent) રહે છે,