________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૫] શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખ, તે બધાં દુઃખથી મુક્ત થઈશ. (શ્રી આચારાંગ સૂત્ર)
ક્રોધથી બેલવું, માનથી બલવું, માયાથી બોલવું, લેભથી બાલવું, જાણતાં અજાણતાં કઠેર બોલવું. વિગેરે બહુ દોષ યુક્ત વાપ્રયોગને વિવેકી પુરુષે ત્યાગ કરવો જોઈએ. (શ્રીઆચારાંગ સૂત્ર)
જગતના લેકેની કામનાને પાર નથી. તેઓ ચારમાં પાણી ભરવાને મિથ્યા પ્રયત્ન કરે છે. હે ધીર ! તું આશા અને સ્વછંદને છોડી દે, તે બે શલ્ય સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સુખનું સાધન માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે.
જેઓ કામ ગુણોને ઓળંગી જાય છે તેઓ ખરેખર મુક્ત થાય છે. અકામથી કામને દૂર કરતાં તેઓ પ્રાપ્ત થયેલાં કામગુણેમાં પણ ખુંચતા નથી.
કામગોમાં સતત મૂઢ રહેતો માણસ ધર્મને ઓળખી શકતો નથી. વિર ભગવાને કહ્યું છે કે તે મહામોહમાં બિલકુલ પ્રમાદ (વિશ્વાસ) ન કરે. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ?
પ્રમાદ અને તેને પરિણામે કામગુણામાં આસક્તિ એ જ ખરી હિંસા છે, માટે બુદ્ધિમાને “પ્રમાદથી જે મેં પહેલું કર્યું તે હવે નહિં કરું” એ નિશ્ચય કરે જઈએ.
જે માણસ વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ જોઈ શકે છે તે તેનો ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે