________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] તથા જે પિતાની બાબતમાં બેદરકાર રહે છે તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે.
જે અહિંસામાં કુશળ છે અને જે કર્મબંધથી મુક્તિ મેળવવાની જ તજવીજમાં રહે છે તે સાચે બુદ્ધિમાન છે.
વિષયના સ્વરૂપે જે બરાબર જાણે છે તે સંસારને જાણે છે અને જે વિષયનું સ્વરૂપ નથી જાણતો તે સંસારનું સ્વરૂપ પણ જાણતા નથી.
મનુષ્યની પાસે જેમ વિશેષ કામ હોય છે તેમ તે વિશેષ કાર્યસિદ્ધિ કરી શકે છે, કારણ કે તેથી તે સમયની કરકસર કરતાં શીખે છે.
સફળ અને નિષ્ફળ માણસો વચ્ચેનું મુખ્ય ભેદ માત્ર એક ઘેર્યના તત્વમાં જ રહે છે. જેઓ ધૈર્ય અને ખંતપૂર્વક ઉદ્યોગ કરે છે તેમને જ ચિરસ્થાયી સફળતા મળે છે.
ઉત્તમ મોતી કે ઝવેરાતની શોધમાં નીકળેલા માણસને જ કુદરતરૂપી ઝવેરી તરફથી ભારે કિંમતના મોતી બતાવવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહીએ તે માનસિક અને શારીરિક પરિશ્રમમાં સફળતા પ્રાપ્ત કરાવી આપનાર ત્રણ મુખ્ય તો કાર્ય, વૈર્ય અને ખંત છે. તેમાં સૌથી મોટું તત્ત્વ ખંત છે.
ચાલે ત્યારે આપણે જાગૃત થઈને પરિણામ જાણવાની કંઈપણ ઉતાવળ રાખ્યા વિના કામ કરીએ; કામ કરીએ; આગ્રહપૂર્વક કામ કરીએ અને પરિશ્રમ કરતાં તથા વૈર્ય ધરતાં શીખીએ.