________________
લેખ સંગ્રહ : ૮ :
[૯] જીવાજીવાદિ નવ તનું સંક્ષિપ્ત વર્ણન. ૧. જીવ-શુભ અશુભ કર્મને કર્તા, શુભાશુભ કર્મને હર્તા તથા શુભાશુભ કર્મને ભક્તા, ચેતના લક્ષણ યુક્ત અને દશ પ્રાણ ધારે તે જીવ કહેવાય, તેના ચોદ ભેદ છે.
૨. અજીવ-એનાથી વિપરીત જડ લક્ષણવાળે, ચેતના રહિત હોય તે અજીવ કહેવાય, તેના પણ ચૌદ ભેદ છે.
૩. શુભ કર્મના પુગલ વેદાય તે પુણ્ય, તેના કર ભેદ છે. ૪. અશુભ કર્મના પુદગલ વેદાય તે પાપ, તેના ૮૨ ભેદ છે.
પ. નવાં નવાં કર્મ આત્મામાં આવવાના દ્વાર તે આશ્રવ, તે શુભ-અશુભ આશ્રવના ૪૨ ભેદ છે.
૬. આવતા કર્મ જેનાથી રોકાય તે સંવર, તેના ૫૭ ભેદ છે.
૭. પૂર્વે બાંધેલ કર્મને અંશે અંશે ક્ષય થાય તે નિર્જરા, તેના બાહ્ય-અત્યંતર તપના સેવનરૂપ ૧૨ ભેદ છે.
૮. જીવને કર્મની સાથે બંધાવું તે બંધ, તેના ચાર ભેદ છે. ૯. જીવ સાથેનો કર્મનો સર્વથા વિયોગ થાય તે મોક્ષ. આ પ્રમાણે તે જાણવાના નવ પ્રકાર છે.
આત્માથી–કલ્યાણાર્થી–તત્વજિજ્ઞાસુ જનેએ ઉક્ત ન તનું સવિસ્તર સ્વરૂપ સમજવાની જરૂર છે. તેમાંનાં જીવ અને અજીવ એ બે તત્ત્વ ય એટલે ખાસ જાણવા ગ્ય છે. પુન્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર ત ઉપાદેય એટલે આદરવા ગ્ય છે. તથા પાપ, આશ્રવ અને બંધ