________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૫૯ ] પ્રન પર–છ આવશ્યક મધ્યે સંવર તત્વમાં કેટલા? ને નિજેરામાં કેટલા ?
ઉત્તર–સામાયિકાદિ પ્રથમના ત્રણ સંવરમાં ને પ્રતિક્રમશુદિ ત્રણ નિજેરામાં.
પ્રશ્ન પ૩–જાતિસ્મરણ જ્ઞાન તે શું છે તેથી કેટલા ભવનું ભાન થાય?
ઉત્તર-પૂર્વભવમાં વસ્તુના ગાઢ અભ્યાસના બળે વર્તમાન ભવમાં તેવી વસ્તુ જેવાં કે સાંભળતાં તરત સાંભરી આવે, જેથી પૂર્વભવમાં પતે કણ ને કયાં હતો તેનું સઘળું ભાન થવા પામે તે જાતિસ્મરણ જ્ઞાન શુદ્ધાશુદ્ધ ક્ષયપશમાનુસાર બે પ્રકારનું છે. તેમાં જઘન્યથી ૧-૨-૩ ભવ, મધ્યમ ૪-૫-૬ ને ઉત્કૃષ્ટ નવ ભવ સુધીનું દેખાય છે.
પ્રશ્ન ૫૪–બાર ઉપગમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા?
ઉત્તર–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે વિશુદ્ધ હેવાથી અરૂપી અને શેષ દશ મિશ્રિત હોવાથી રૂપી છે.
પ્રશ્ન ૫૫–પાંચ પ્રકારના સમક્તિમાં રૂપી કેટલા?
ઉત્તર–એક ક્ષાયિક સમકિત અરૂપી અને બાકીના ચાર સમકિત રૂપી છે.
પ્રશ્ન પ૬–છ આવશ્યકમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા
ઉત્તર–સામાયિકાદિકે પાંચ આત્માના ગુણ જાણી અરૂપી છે અને એક પ્રતિક્રમણ રૂપી છે.
પ્રશ્ન પ૭–ગૃહસ્થને જીની મહાવિરાધનારૂપ પાંચ સ્થાન કયા કહ્યા છે ?