________________
(
૫ )
મોને સીપ્રાપ્તિ સુધી, મધ્યમ અને ગૃહકાર્ય ચલાવતા સુધી અને ઉત્તમ જાને તો જીવિત સુધી તીથ જે પૂજ્ય સંબંધ હોય છે.
| પૃ. ૧૦૦ સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે. પૃ. ૧૧૧
વ્રત એ બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. પૃ. ૧૧૧
x x x કૃતકૃત્ય થયેલા પ્રભુની ખાતર પૂજા કરવાની નથી, પણ પ્રભુ સમાન થવા માટે પરમાત્માની પૂજા કરવાની છે. પૃ. ૧૨૫
તેમણે ફક્ત ધાર્મિક લેખ જ નથી લખ્યા. ધાર્મિક ઉપરાંત નૈતિક અને સામાજિક કાર્યક્ષેત્રમાં પણ સાચી રોશની આપી છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે–માણસની પોતાની આરસી તેનું પોતાનું જ અંત:કરણ છે, અને અંતઃકરણમાં જેવા ભાવ ભર્યા હોય તેવાં આવિર્ભાવ પામે છે. સદ્ગતના લેખે વાંચતાં કેળવણી પ્રત્યેની તેમની ધગશ, સમાજહિત પ્રત્યેની દાઝ અને નૈતિક જીવનના વિકાસ માટેની ઝંખના દેખાઈ આવશે. નદીમાં કેઈપણ સ્થળે સ્નાન કરવાથી જેમ દેહશુદ્ધિ થાય છે તેમ સદ્દગતને કઈ પણ લેખસંગ્રહ વાંચતાં તમને તેમના ભ્રાતૃભાવ, પરભવભીરુપણું, પરોપકારીપણું, મુમુક્ષુ વૃત્તિ વગેરેની ઝાંખી થશે.
પ્રસંગે પ્રસંગે તેમણે સાધુ જીવનને સ્પર્શતાં પ્રશ્નોની છણાવટ કરી છે અને સ્વચ્છંદી વર્તન માટે સ્પષ્ટ કહેવામાં