________________
( ૬ ) નાહિંમત કરી નથી. આ ઉપરાંત શ્રાવક શ્રાવિકાને પણ ઉપચેાગી સૂચનાઓ કરી છે.
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ આ કાર્ય હાથ ધરી સારા લાકેાપકાર કર્યો છે. તેમાં પણ સમિતિના મંત્રી શ્રીયુત નરાત્તમદાસ ભગવાનદાસની ખત ને પરિશ્રમ પ્રશ ંસાપાત્ર છે. અત્યાર સુધી તેમના પ્રયાસથી લગભગ ૨૫૦૦ પાનાનું ઉપયાગી વાંચન જનતાને મળ્યું છે અને હું આશા રાખું છું કે હજી પણ સદ્ગતના જે કંઇ સંગ્રહ ખાકી રહ્યો હાય તેને પહેલામાં પહેલી તકે ગ્રંથાકાર આપે, શ્રીયુત નરાત્તમભાઈની ચીવટ ને ધગશ ધન્યવાદને પાત્ર છે.
એક રીતે કહીએ તેા લેખસંગ્રહના દરેક ભાગા પાઠ્ય પુસ્તક જેવા છે. જેમ દીવાદાંડી માર્ગ ભૂલેલા જહાજને કિનારે આવવામાં સહાયભૂત થાય છે તેમ સ્વજીવન સાર્થક ને ઉજજવળ બનાવવા માટે આ લેખસંગ્રહુ સારા લેમિયાની ગરજ સારે તેવા છે.
વાચનની રુચિ જળવાઇ રહે અને વિષયવાર વાચન એકત્ર રીતે પીરસી શકાય તેવા હેતુથી આ લેખસંગ્રહના ( ૧ ) પર્યુષણ વિભાગ, ( ૨ ) પ્રશ્નનાત્તર વિભાગ, (૩) સુભાષિત વિભાગ ( ૪ ) ધાર્મિક લેખ-વિભાગ એમ ચાર વિભાગે પાડવામાં આવ્યા છે.
વિ. સ. ૨૦૦૦ વિજયાદશમી
નરોત્તમદાસ રૂગનાથ શાહુ ૯ જૈન ” એસ-ભાવનગર