________________
લેખ સંગ્રહ : ૭ :
- [ ] પ્રટન ૫-પાંચ ઇંદ્રિના વિકારો ટળવાથી આત્માને શે લાભ થાય ? - ઉત્તર–ચક્ષુ પ્રમુખ તે તે ઇંદ્રિયે આત્મસાધન કરવામાં ઠીક ઉપયોગી થઈ શકે.
પ્રકન દ–પ્રદેશ મિથ્યાત્વ ને પરિણામમિથ્યાત્વ ક્યારે ટળે?
ઉત્તર–ક્ષાયિક સમતિ પામવાથી પ્રદેશ મિથ્યાત્વ ટળે અને ક્ષયોપશમાદિ સમકિતથી પરિણામ મિથ્યાત્વ નાશ પામે.
પ્રન –પ્રરૂપણા મિથ્યાત્વને પ્રવર્તન મિથ્યાત્વ ક્યારે ટળે?
ઉત્તર–જીવ જ્યારે વ્યવહાર સમકિત પામે ત્યારે ઉક્ત ઉભય મિથ્યાત્વ ટળે.
અને ૮-ધર્મદેશના ને મોક્ષદેશના કોને કહેવી ?
ઉત્તર–જેથી શુદ્ધ આત્મપરિણતિ જાગે તે તત્ત્વઉપદેશ તે ધર્મદેશના અને સમ્યગદર્શન, જ્ઞાન ને ચારિત્ર એ રત્નત્રયીરૂપ સાચે મોક્ષમાર્ગ પામવા માટે જેનાથી તીવ્ર અભિરુચિ જાગે તે મેક્ષદેશના જાણવી.
પ્રકન –અનર્થદંડના ચાર પ્રકાર ક્યા?
ઉત્તર–૧ દુધ્ધન, ૨ પ્રમાદાચરણ, ૩ હિંસક શસ્ત્ર પ્રદાન તથા ૪ પાપોપદેશ.
પ્રકન ૧૦–આઠ પ્રકારના વચન પરીષહ ક્યા ?
ઉત્તર–૧ હીલણા, ૨ ખિસણા, ૩ નિંદણા, ૪ ગહેણા, ૫ તાડના, ૬ તર્જના, ૭ પરાભવ ને ૮ એષણા (ભાત પાણ) પ્રમુખમાં અંતરાય કરવારૂપ પરીષહ જાણવા.