________________
[ ૫૦ ].
શ્રી કપૂરવિજયજી " અને ૧૧–અરિહંતાદિક નવપદેનું ધ્યાન-ચિંતવન કરવાથી શું લાભ થાય ?
ઉત્તર–અષ્ટવિધ કર્મ આવરણથી ઢંકાઈ ગયેલી સ્વાત્મશક્તિ પ્રગટ થાય.
૧૨–સંવેગ અને નિર્વેદ એટલે શું ? ઉત્તર–કેવળ મોક્ષસુખની જ અભિલાષા તે સંવેગ અને ક્ષણિક સાંસારિક સુખથી વિરક્તભાવ તે નિર્વેદ (વૈરાગ્ય).
પ્રશ્ન ૧૩–પરવસ્તુની ઈચ્છા અને મૂછવડે કોને પુષ્ટિ મળે?
ઉત્ત—ઈચ્છા( આશા-તૃષ્ણા વડે અજ્ઞાનને તથા મૂચ્છ. મમતાવડે મિથ્યાત્વને પુષ્ટિ મળે.
પ્રશ્નના ૧૪જન્મ-મરણનું દ:ખ શી રીતે ટળે ?
ઉત્તર–રત્નત્રયી( સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્ર)ની પ્રાપ્તિ ને આરાધનાવડે સર્વ ભવદુઃખ ટળે.
પ્રશ્રન ૧૫–પુન્ય, પાપ, ધર્મ ને કર્મથી શું ફળ નીપજે ?
ઉત્તર–પુન્યથી શાતા, પાપથી અશાતા, ધર્મથી મોક્ષ અને કર્મથી સંસારફળ નીપજે.
પ્રનિ ૧૬–ધમકમ શાથી નીપજે ?
ઉત્તર–સંક૯પવિક૯૫વડે કર્મબંધ અને નિર્વિકલ્પ દશાયેગે આત્માને શુદ્ધ નિષ્કષાય ધર્મ નીપજે.
પ્રથમ ૧૭ધર્મ સાંભળ, જાણો ને આદર શી રીતે?
ઉત્તર–જ્ઞાની સુગુરુ મુખે તત્ત્વ-ઉપદેશ સાંભળો, સુવિવેકથી જાણ અને પ્રમાદ રહિત આદરવો.