________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી ઉત્તર-નીચ ગોત્રકમ ખપાવે, ઉચ્ચ ગોત્ર ઉપાજો, અપ્રતિહત આજ્ઞા ફળદાયી સભાગ્ય મેળવે અને બીજા જીવને સુખદાયક થાય તેવાં હિતવચન બોલવાનું ફળ ઉપાજે.
પ્રશ્ન ૧૨–પ્રતિક્રમણ કરવાથી જીવ શું ફળ પામે ?
ઉત્તર-વતના દોષ ટાળે, દોષ રહિત આશ્રદ્વાર સુધી, નિર્મળ ચારિત્ર પાળતે આઠ પ્રવચન માતારૂપ સમિતિ ગુપ્તિમાં સાવધાન રહી લીન થઈને વેગમાં સમાધિયુક્ત વિચરે.
પ્રશ્ન ૧૩-કાઉસગ્ગ કરવાથી શું ફળ પામે?
ઉત્તર-પૂર્વે લાગેલાં અને વર્તમાનમાં લાગતાં પાપરૂપ અતિચારેનું નિવારણ કરે. પાપરહિત બની, અંત:કરણ સાફ કરી, ભારથી હળવા થયેલ ભારવાહકની પેઠે સ્વસ્થ થઈ રૂડું ધ્યાન યાતે થકે સુખપૂર્વક વિચરે.
પ્રકન ૧૪– પચ્ચકખાણ કરવાથી જીવ શું ફળ પામે?
ઉત્તર–કમને આવવાનાં દ્વાર બંધ કરે, ઈરછાને નિરોધ કરે ને ઈચછાનિગ્રહને જીવ સર્વ વસ્તુઓમાં તૃષ્ણ રહિત થઈ શાંતભાવે પ્રસન્નતાથી વિચરે.
પ્રન ૧૫–ક્ષમા(સમતા) ગુણના સેવનથી શું ફળ પામે? ઉત્તર–પરિષહ-ઉપસર્ગોને સમભાવે–સહન કરી શકે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૪૧૮ ]