________________
લેખ સંગ્રહ : ૭:
[૪૧] બોધદાયક પ્રશ્નોત્તરે અને ૧–આજને કાળે સમાધિમરણ થાય ખરું? અને થાય તે તે શાથી થાય?
ઉત્તર–કેઈક વિરલા સંયમી આત્માથીને થઈ શકે ખરું. રાગ-દ્વેષ કષાયને ઉપશમાવી આત્મરમણતા કરનારને રત્નત્રયીનું પ્રમાદ રહિત આરાધના કરવાથી તે થઈ શકે.
પ્રશ્નન ૨–આજને કાળે કઈ તીર્થકર નામકર્મ બાંધે કે નહીં? જે બાંધે તે તે શાથી બાંધે ને ક્યારે ઉદયમાં આવે?
ઉત્તર–વિશ સ્થાનક પદનું યથાર્થ આરાધના કરવાથી, કોઈ વિરલ જીવ તથાવિધ પ્રકૃષ્ટ પુન્યરસગે તીર્થંકરનામકર્મ બાંધે-નિકાચિત કરે, ત્યારપછી ત્રીજે ભવે તે ઉદયમાં આવે.
પ્રશ્ન ૩–હત્યા કરનારા જે મોક્ષે ગયા તે પાપ કરીને પુન્ય કરવું કે નહીં? - ઉત્તર–હિંસાદિ પાપકર્મથી વિરમી, શુદ્ધ અધ્યવસાયથી અહિંસક ભાવ સેવી, વીતરાગ દશા પામ્યા તે મોક્ષે ગયા તેમ પાપકર્મથી વિરમી, શુદ્ધ ભાવથી સુકૃત કરણી કરનારા અંતે સુખી થઈ શકે છે.
પ્રશ્નન ૪–કુમારપાળના જીવને પાંચ કડીના ફૂલથી પ્રભુભક્તિ કરતાં અઢાર દેશનું રાજ્ય મળ્યું તેનું કારણ શું?
ઉત્તર–શૈડું પણ ન્યાય–નીતિથી પેદા કરેલું દ્રવ્ય ઉત્તમ સ્થાને ભાવોલ્લાસથી વાપરતાં કઈ ભદ્રક જીવ મંદ કષાયવડે મોટું પુન્ય ઉપાઈ શકે છે.