________________
લેખ સંગ્રહ : ૭ઃ
[ ૩૯ ] ઉત્તર—ચિત્ત પ્રસન્નતા પામે, તેથી સર્વની સાથે મૈત્રીભાવ વધે, જેથી ભાવની વિશુદ્ધિ કરીને રાગ-દ્વેષ રહિત થઈ પોતે નિર્ભય (સર્વ પ્રકારના ભયથી મુક્ત ) બને.
પ્રશ્ન ૩–સ્વાધ્યાય કરવાવડે જીવ શું ફળ પામે? ઉત્તર-જ્ઞાનાવરણીય કર્મ ખપાવે. પ્રશ્ન ૪– શ્રુતની આરાધનાવડે જીવ શું ફળ પામે?
ઉત્તર–અજ્ઞાન ખપાવે, જ્ઞાન અજવાળે; તેથી જન્મમરણનાં દુઃખો દૂર જાય.
પ્રશ્ન પ–મનને એકાગ્ર કરવાથી શું ફળ પામે ? ઉત્તર-મન ઉન્માર્ગે જતું અટકે. પ્રશ્ન –સંયમવડે શું ફળ થાય? ઉત્તર–શુભાશુભ કર્મ આવતાં અટકે. પ્રશ્ન ૭—બાર ભેદે તપ કરવાથી શું ફળ મળે? ઉત્તર–કમની નિર્જરા થાય. પ્રશ્ન –કર્મની નિર્જરાથી શું ફળ મળે?
ઉત્તર–પાપક્રિયા ટળે ને શુકલધ્યાન પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત ને કમરહિત થઈ સર્વ દુખને અંત કરે.
પ્રશ્ન ૯–સામાયિક કરવાવડે જીવ શું ફળ પામે? ઉત્તર–પાપ વ્યાપારથી નિવતે. પ્રશ્ન ૧૦–ચઉવિસર્ચો કહેવાથી શું ફળ મળે? ઉત્તર–સમક્તિની શુદ્ધિ થાય. પ્રશ્ન ૧૧–સુગુરુને વંદન કરવાથી શું ફળ મળે?