________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજ્યજી - ૬. પ્રશ્ન-માર્ગાનુસારીપણાના થોડાક ગુણે વર્ણવી દેખાડશે? ઉત્તર–૧. ન્યાય-નીતિથી કમાણી કરી આજીવિકા ચલાવવી.
૨. સદાચારી થવું, કદાપિ લેકવિરુદ્ધ દુષ્ટ વ્યસનાદિક ઉન્માગે જવું નહીં. ખાન-પાન સંબંધી પણ યોગ્ય વિવેક સાચવવે.
૩. સરખા આચાર-વિચારવાળા-એક મતવાળા સંગાથે વિવાહ જેડ, જેથી શાંતિપૂર્વક ધર્મકર્મ કરતાં ખલેલ ન આવે.
૪. સર્વ પ્રકારનાં પાપ-આચરણથી ડરતાં રહેવું.
૫. દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિંદાપાત્ર ન થવાય તેમ ડહાપણથી વર્તવું.
૬. રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વડીલ પ્રમુખ કેઈના પણ અવર્ણવાદ કદાપિ બલવા નહી, તેમજ કાન દઈ સાંભળવા પણ નહીં, કેમકે તેથી ભારે અનર્થ પેદા થાય છે.
૭. સારા પાડેશવાળા યોગ્ય મુકામમાં સુઘડતાથી રહેવું. ૮. સદ્દગુણ સાધુ–મહાત્માને યા સુશ્રાવકને સત્સંગ કરવો.
૯. માતપિતાદિક વડીલેની આજ્ઞા માથે ધારવી પણ લેપવી નહીં.
૧૦. ઉપદ્રવવાળા સ્થાનમાં ન જવું, જેથી ધર્મની અને ધનની બંનેની હાનિ થાય.
૧૧. પિતાની ગુંજાસ(આવક)ના પ્રમાણમાં જ ખર્ચ કરે. ૧૨. પોશાક પણ પિતાની સ્થિતિના પ્રમાણમાં જ રાખ. ૧૩. બુદ્ધિના આઠ ગુણે ધારી,તત્ત્વ મેળવી સદ્દગુણી થવું. ૧૪. બરાબર ક્ષુધા-ખાવાની રુચિ જાગ્યા વગર ખાવું નહીં.