________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૩૧ ]
સાદા ને સરલ પ્રશ્નાત્તર,
""
૧. પ્રશ્ન—આપણે શા કારણથી “ જૈન ” કહેવાઈએ છીએ ? ઉત્તર—આપણે જિનેશ્વર દેવની સેવા કરનારા છીએ તેથી. ૨. પ્રશ્ન—જિનેશ્વર દેવ કાને કહીએ? શા માટે તેમની સેવા કરવી
ઉત્તર—સકળ જિનાના જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ પ્રમુખ અનંત ગુણેાના દરિયા છે તેમજ અનેક ઉત્તમ લક્ષણાથી ભરેલા છે તેથી જિનેશ્વર દેવ સદા સેવવા યોગ્ય છે.
૩. પ્રશ્ન—જિન કાને કહીએ ? અથવા શાથી જિન કહેવાય? ઉત્તર—રાગ, દ્વેષ અને માઠુ વિગેરે તમામ દેાષાને સ ંપૂર્ણ રીતે જીતીને તે ઢાષાને દળી નાંખે તેને જિન કહીએ. તમામ દોષ। દૂર કરી દેવાથી અને સંપૂર્ણ જ્ઞાનાદિક ગુણા પ્રાપ્ત થવાથી જિન કહેવાય છે. જિનેશ્વર દેવની આજ્ઞા અખંડ રીતે પાળવાથી તેવા જિન થઇ શકાય છે. જિન થવું ક ંઇ સુલભ નથી. ૪. પ્રશ્ન આપણે શ્રાવક શાથી કહેવાઇએ છીએ ? ઉત્તર—જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર-ક્રિયાવš મેાક્ષમાર્ગનું સાધન કરનારા સુસાધુ-આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજના પાસે ધર્મશાસ્ત્રનુ વિનય-વિવેક સહિત શ્રવણ કરી, શુદ્ધ દેવગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ વ્રત-પચ્ચકખાણુ કરીએ તેથી.
૫. પ્રશ્ન—શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણુ હાવા જોઇએ ? ઉત્તર —માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણ્ણા તે તેમાં અવશ્ય
હાવા જોઈએ.