SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૫૩] ૧૩ થી ૧૭ સુધીના પાંચ લેક શાર્દૂલવિક્રીડિત વૃત્તના છે, બીજા બધા અનુટુપ જ છે. ૧૩ મા લેકમાં આ ગ્રંથ જ્યાં અને જ્યારે બનાવ્યો છે તે સ્થળ ને મિતિ બતાવેલ છે. ૧૪ મા લેકમાં અનેક પ્રાણીઓનાં ચિત્ત જુદા જુદા વિષયમાં લાગેલાં હોય છે તે બતાવીને આ જ્ઞાનસારમાં તો કોઈક જ પ્રાણીનું ચિત્ત ચુંટે છે–ચૂંટેલ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. આ વાત ખરેખરી છે. આ માસિકના વાંચનારાઓ પૈકી પણ કોઈ કથાવિષય રસપૂર્વક વાંચે છે, કોઈ નીતિના વિષય વાંચે છે, કોઈ અન્ય વિષયે વાંચે છે, માત્ર ઘણું શેડા મનુષ્યો જ આ વિષયને લક્ષપૂર્વક વાંચીને તેના રહસ્યને હૃદયમાં ઉતારનારા હોય છે, કારણ કે આવા વિષય પર પ્રીતિ થવી તે જ પ્રથમ યોગ્યતા વિના બનતું નથી. પ્રીતિ થયા પછી જ તે રસપૂર્વક વંચાય છે અને ત્યારપછી જ તેનું રહસ્ય ગુરુકૃપા હોય તો લભ્ય થઈ શકે છેકારણ કે આ ગ્રંથ અપૂર્વ તેમજ સર્વોત્કૃષ્ટ રસથી ભરેલો છે; સાધારણ ગ્રંથ નથી. ૧૫ માં લેકમાં પૂર્ણાનંદઘન જે આત્મા તેનો ચારિત્રલક્ષમી સાથે વિવાહ થવાના કારણભૂત આ ગ્રંથ છે એમ સ્પષ્ટ કરીને તેવા લેકોત્તર વિવાહનું વર્ણન આપ્યું છે–તેને વિવાહ કરાવ્યું છે. અર્થાત્ આ ગ્રંથનું પરિણામ મેળવવાથી જ્ઞાન અને વિરતિ એકપણાને પામે છે એમાં કાંઈ પણ સંદેહનું સ્થાન નથી. આવા સર્વોત્તમ ગ્રંથના અભ્યાસથી તેમ બનવું એ સર્વ પ્રકારે સંભવિત જ છે. ૧૬ મા કલેકમાં પૂર્ણાનંદઘન જે આત્મા તેને અપ્રમત્તપુરમાં પ્રવેશ થતી વખતને મહત્સવ વર્ણવ્યો છે. ચારિત્રલક્ષમી સાથે વિવાહ કરીને પાછી પિતાના
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy