________________
[ ૫૩૦ ]
શ્રી કપૂરવિજયજી
કર્મોના ક્ષય કરી પરમાનદમય સ્થાનને પ્રાપ્ત કરી આપે છે. ત્યારપછીના દશમા લેાકમાં જ્ઞાનયુક્ત ક્રિયાને સુવર્ણ ઘટની ઉપમા આપીને તે ઘટાવી છે. જ્ઞાનયુક્ત ક્રિયા કરનાર જ્ઞાની કદાપિ ક્રિયાથી વિમુક્ત થઇ જાય તે પણ તેની શુદ્ધ ભાવના નાશ પામતી નથી, તેથી તે પાછા અલ્પ કાળમાં શુદ્ધ ક્રિયા મેળવી શકે છે. શુદ્ધ બેધ તેને સત્વર રસ્તા પર લાવી શકે છે. સુવર્ણ ના ઘટ ભગ્ન થઇ જાય તા પણ તેનુ સુવણું પણું નાશ પામતુ નથી, તેને પાળેા કાળાંતરે ઘડા થઈ શકે છે. એ દૃષ્ટાંત અત્ર યથાર્થ ઘટમાન થાય છે. અગ્યારમા શ્ર્લાકમાં જ્ઞાનરહિત ક્રિયા અને ક્રિયા રહિત જ્ઞાન એ બંનેમાં મહદંતર બતાવ્યું છે. અહીં ક્રિયા રહિત જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે તે ભાવના જ્ઞાન છે, તેની અંદર ભાવક્રિયા તા રહેલી જ છે તેથી શૂન્ય નથી, અને જ્ઞાન રહિત ક્રિયા તેા તદ્દન જ્ઞાનશૂન્ય શુષ્કક્રિયા છે, તેથી તેને ખદ્યોતની ઉપમા યથાર્થ ઘટે છે કેમ કે તેવી ક્રિયા સાંસારિક ફળ આપી શકે છે, પરંતુ સંસારના પારને પમાડી શક્તી જ નથી. ભાવનાજ્ઞાનવાળા પ્રાણીને તે શુદ્ધ મા યથાર્થ સમજાઇ ગયા હૈાય છે, તેથી સહજ પ્રયત્ન કરે એટલેા જ તેને વિલંબ છે. તેને ભવના પાર પામવા મુશ્કેલ નથી. જ્ઞાનરહિત ક્રિયાવાનને તેા હજી શુદ્ધ મા જ સમજાયેલ નથી, તેથી તે અનેમાં જે અંતર બતાવ્યું છે તે ચેાગ્ય છે. બારમા લેાકમાં જ્ઞાન અને ક્રિયાને અભેદ ઉપપદશ્યા છે. તેમાં કહ્યુ છે કે પૂર્ણ વિરતિ તે જ્ઞાનના જ ઉત્કર્ષ છે, તેમાં ને જ્ઞાનમાં કાંઈ ભેદ નથી. તેથી આત્મહિતના સાધક મહાત્માએ જ્ઞાનાદ્વૈત નયમાં જ દૃષ્ટિ દેવી કે જેથી જ્ઞાન ને ચારિત્ર તેની આરાધના પૂર્ણ પણાને પામશે અને કાર્ય સિદ્ધ થશે.