________________
લેખ સંગ્રહ : ૬ :
[પર૩] ઉપર જણાવ્યા પ્રમાણેના સર્વનયાશ્રિત મહાત્માઓ તે અમૂઢલક્ષ્યવાળા અને પરમાનંદમય હોય છે, શુદ્ધ ભૂમિકાએ આરૂઢ થયેલા હોય છે તેમ જ સર્વત્ર પક્ષપાત રહિત હોય છે. કર્તા કહે છે કે એવા મહાપુરુષો નિરંતર જયવંતા વર્તા. ૭-૮
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૯૯]
उपसंहार મહાપ્રભાવશાળી જ્ઞાનસારના અધિકારી પુરુષો કેવા હોય? અક્ષય અને અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપનાર શ્રેષ્ઠ જ્ઞાનસંપન્ન કણ થઈ શકે? તેનું સમાધાન કરે છે. જે સર્વથા ઉપાધિમુક્ત થઈ સહજ ગુણસંપત્તિને જ સાર લેખી તેને જ ગ્રહ છે, તેમાં જ મગ્ન થાય છે, તેમાં જ સ્થિરતા કરે છે, ઈતર કઈ વસ્તુમાં મૂંઝાતા નથી, બીજા સંક૯પ-વિકલપ કરતા જ નથી પણ શાન્તચિત્તથી સ્વભાવમાં જ રમે છે, મન અને ઇંદ્રિ ઉપર જેણે જય મેળવ્યું છે–તેને આધીન થઈ રહેતા નથી, બાહ્યાભાવને જેણે ત્યાગ કર્યો છે અને અંતરભાવ જેને જાગૃત થયે છે, તેની જ પુષ્ટિ માટે જે પ્રયત્ન કરે છે પણ બીજી નકામી બાબતમાં રાચતામાચતા નથી, સહજ સંતોષી છે એટલે જેણે વિષયાદિ તૃષ્ણાને છેદી છે, જે જગતથી ન્યારા રહે છે, તેમાં પાતા નથી, જે કોઈની આશા રાખતા નથી, કેવળ નિઃસ્પૃહ થઈને રહે છે, જે સારાસારને સારી રીતે સમજે છે અને સમાજને અસારને તજી સાર જ આદરે છે, સુખદુઃખમાં સમદશી છે, તેમાં હર્ષ વિષાદ કરતા નથી, જે ભય તજી નિર્ભયપણે સ્વ-ઈષ્ટ સાધે છે, કદાપિ સ્વલાઘા કે પરનિન્દા