________________
[પર૪]
શ્રી કર્ખરવિજયજી કરતા જ નથી, તત્ત્વદષ્ટિ હોવાથી વસ્તુને વસ્તુગતે જે જાણે-જુએ છે, જે ઘટમાં જ સકલ સમૃદ્ધિ રહેલી માને છે, જે કર્મનું યથાર્થ સ્વરૂપ સમજીને શુભાશુભ કર્મના ઉદય વખતે સામ્ય (સમતા) ધારે છે, પણ મનમાં તે સંબંધી નકામા સંક૯પવિકલ્પ કરતા નથી, વળી જે આ ભવ-સમુદ્રથી ઉદ્વિગ્ન છતા તેને જલદી પાર પામવા માટે નિત્ય પ્રમાદરહિત પ્રયત્ન કર્યા કરે છે, જેણે લેકસંજ્ઞા તજી છે એટલે મિથ્યા ભલાલચમાં નહિ તણાતાં જે આશા તૃષ્ણને તજી સામા પૂરે ચાલે છે, જે શાસ્ત્રષ્ટિથી સર્વભાવને પ્રત્યક્ષની પેઠે દેખે છે, જેણે મૂચ્છને તે મારી નાખી છે તેથી કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ કરતા નથી, જેને શુદ્ધ અનુભવ જાગે છે અને જેણે ચોથી ઉજાગર દશા ધારી છે અને અવંધ્ય (અચક) મોક્ષફળ મળે એવો સમર્થ ગ જેણે સાળે છે, વીતરાગની આજ્ઞાનું અખંડ આરાધન કરવારૂપ નિશ્ચિત યાગ જેણે સે છે, ભાવપૂજામાં જે તલ્લીન હોય છે, શ્રેષ્ઠ ધ્યાન જેણે સાધ્યું છે, તેમ જ સમતાપૂર્વક વિવિધ તપને સેવી જેણે કઠિન કર્મને પણ ક્ષય કર્યો છે અને સર્વ નયમાં જેણે સમબુદ્ધિ સ્થાપવાથી તટસ્થપણે રહી સર્વત્ર સ્વપરહિત સુખે સાધી શકે છે-એવા પરમાર્થદશી નિષ્પક્ષપાતી મુનિરાજ અનંતરેક્ત બત્રીશ અષ્ટકવડે સ્પષ્ટ એવા નિશ્ચિત તત્વને પામીને પરમપદપ્રાપક (અક્ષયસુખદાયક) “જ્ઞાનસારને સમ્યમ્ આરાધી શકે છે. ૧-૫.
જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા મહાભાગ્યવંતો કેવી ઉત્તમ દશાનો અનુભવ કરે છે? તે કહે છે –
સર્વથા વિકારવર્જિત (નિર્દોષ) અને વિરોધ રહિત એવા આ જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરઆશાથી મુક્ત થયેલા