________________
[ પર૨]
શ્રી કપૂરવિજયજી ભાજન થવાની ઈચ્છાથી તેવા સ્યાદ્વાદરસિક મહાત્માઓને નમસ્કાર કરી તેમનું ભક્તિ બહુમાન કરી પિતાના આત્માને તદ્દગુણવાસિત કરે છે. ૬
સર્વ ને આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી કે વ્યવહારને તજી દેતા નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માની. સ્વીકારે છે પણ ક્રિયાને અનાદર કરતા નથી. ઉત્સર્ગને આદરે છે પણ અપવાદને ભૂલી જતા નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે. એક બીજાને સાપેક્ષપણે અહર્નિશ વત્ય કરે છે. ઉપદેશ પણ તેવી રીતે જ આપે છે, શાસ્ત્ર પણ તેવી પ્રણાલિકા જાળવીને જ ગૂંથે છે, કઈ પણ જીવને પિતાનું નિમિત્ત પામીને એકાંતમાં ખેંચાઈ જવા દેતા નથી. વ્યવહારને કે નિશ્ચયને, જ્ઞાનને કે ક્રિયાને, ઉત્સર્ગને કે અપવાદને, દ્રવ્યને કે ભાવને પિતે આગ્રહ ધરાવતા નથી અને બીજાને આગ્રહ કરવા દેતા નથી. યથાયોગ્ય અવસરે. બંનેને આદરે છે અને બંનેને પ્રરૂપે છે. તેમની વાણીમાં એકાંતપક્ષ હોતે જ નથી. બાકી દીર્ઘ સંસારી જ પિતાના બહુલસંસારીપણાને લઈને તેમની વાણના રહસ્યને પૂર્વાપર દષ્ટિ કર્યા સિવાય એક બાજુ ખેંચી જાય છે અને પોતે મિથ્યાત્વને પુષ્ટ કરી પિતાના અનુયાયીઓને પણ ભવકૂપમાં પાડે છે. એવા જીવો મહાત્મા પુરુષના વચનનું ખરું રહસ્ય જ સમજી શકતા નથી, અને કથંચિત્ સમજે છે તે પિતાના દુરાગ્રહીપણાને લીધે પિતાનું કહેલું અથવા પિતાનું આચરેલું સત્ય ઠરાવવા માટે અર્થને અનર્થ કરે છે. પરમાત્મા એવા. ઉપદેશકથી આપણને બચાવે.