________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૫૧૫ ]
નિર્જરા માટે મળવાનમાં બળવાન સાધન જ્ઞાનપૂર્વક ખાદ્યાભ્ય તર તપ જ છે, તપ સિવાય બીજું એકે સાધન તેવું બળવાન નથી.
6
તપ દુ:ખરૂપ હાવાથી તે વ્યર્થ છે ’ એમ આન્દ્વ લેાક કહે છે, પરંતુ તેમ કહેવાથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગયેલી છે એમ પ્રત્યક્ષ જણાય છે, કારણ કે તપ દુઃખરૂપ જ નથી, તેમાં આનંદને પરિક્ષય નથી, આનંદની વૃદ્ધિ છે. તેના ખરા અનુભવ જ્ઞાનીએ જ કરી શકે છે–કરે છે. પુદ્ગળાનંદી જીવાને તેની ખબર જ પડતી નથી, તેના ગંધ પણ આવતા નથી; કારણ કે શુકરાદિની જેમ સંસારરૂપ પક( કાદવ )માં રચ્યાપચ્યા રહેનાર અને આ સાત ધાતુમય શરીર કે જેના અનેક દ્વારામાંથી દુર્ગંધી પદાર્થો સતત ઝર્યા જ કરે છે જેથી તેની અંદર દુર્ગંધી પદાર્થો ભરેલા છે એમ ખાત્રી થાય છે. વળી જે મિષ્ટ કે સુગ ંધી પદાર્થોના ઉપભેાગ લેવામાં આવે છે તે પણ તેવા દુર્ગંધી જ થઇ જાય છે એવી ખાત્રી આપે છે, તેવા શરીરને રાતદિવસ પંપાળનાર–તેને સુખ આપવા ઇચ્છનાર સુખશીળીયા મનુષ્ય તેમાં રહેલા વિકારાને તેમ જ તેના વિનાશીપણાને ભૂલી જાય છે અને ભવ પર્યંત તેની સેવાભક્તિ કરીને પૂર્વ પુણ્યના વ્યય કરી–અનેક પ્રકારનાં અશુભ કર્મોના નવા બંધ કરી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. એવા ભવાભિનંદી મનુષ્યાને જ્ઞાનના કે તપના આનંદની ખબર જ પડતી નથી. તેઓ આત્માને અને આત્મિક આનદને ભૂલી જાય છે. તેઓ શરીરને જ આત્મા માને છે અને શરીરના સુખને–તેના આનંદને જ આત્મિક આનંદ માને છે. કર્તા એવા મનુષ્યાની બુદ્ધિ મારી ગઇ છે એમ કહે છે તે અક્ષરશઃ સત્ય છે.