________________
[ પ૧૬]
શ્રી કરવિજયજી - જે તપમાં બ્રહ્મચર્ય, જિનાર્ચ, કષાયને જય અને સાનુબંધ જિનાજ્ઞા છે તે તપ જ શુદ્ધ છે. આ તપ જ કરવા યોગ્ય છે. આ બધા તપથી થનારા ફળ છે, તેમ જ તેના સહાયક પણ છે. બ્રહ્મચર્યના પ્રતિપાલનમાં, કષાયના જયમાં તપની જ આવશ્યકતા છે. કદિ કોઈ પ્રાણુને તપ કરતા ક્રોધાદિકની વિશેષતા દેખાય છે તે તપનું ફળ નથી પણ તેના પૂર્વબદ્ધ મોહનીય કર્મને ઉદયજન્ય વિકાર છે એમ સમજવું. તે સ્થાનકે તપને ક્રોધ ઉત્પન્ન કરનાર માની મેહ પામવું નહીં, કેમ કે તપને અને ક્રોધને કાર્યકારણભાવ સંબંધ જ નથી. બુદ્ધિપૂર્વક વિચારતાં તરત જ તે વાત સમજી શકાય તેમ છે.
આગળ કર્તા બહુ જરૂરની વાત સમજાવે છે. તે કહે છે કે“તે જ તપ કરો કે જેમાં દુર્થાન ન થાય અને મન, વચન તથા કાયાના યોગ હાનિ ન પામે અને ઇદ્રિ ક્ષીણ ન થાય.” આ લેકમાં બહુ ઊંચી હકીકત સમાવી છે, પરંતુ તેનો અ૫મતિ જીવો અવળો અર્થ કરી બેસે તે ભય છે, તેથી તેને વિશેષ સ્કુટાર્થ કરવાની જરૂર છે. મન, વચન, કાયાના મેગે હાનિ ન પામે અને ઇદ્રિ ક્ષીણ ન થાય તેવી રીતે તપ કરે તે ખરી વાત છે, પરંતુ તેની તુલના કરવામાં આત્મવીર્ય ગેપવવું ન જોઈએ. કેટલાએક સુખશીળીયા મનુષ્ય તપ કરવાની પિતામાં શક્તિ નથી એવું બહાનું બતાવી તપસ્યા કરવામાં પછાત રહ્યા કરે છે પરંતુ શક્તિની ખરી ખબર ટેવ પાડવાથી જ પડે છે. જુઓ, સંસારીપણામાં અ૫સમય પણ શરીરને કષ્ટ નહીં આપનારા, નિરંતર પાંચ ઇદ્રિના સુખમાં નિમગ્ન રહેનારા તેમ જ શ્રેણિક રાજાના ખોળામાં બેસતા