________________
[ ૫૧૪ ]
શ્રી કપૂરવિજયજી
ન ખાવું, ખાવું ત્યારે પણ અલ્પ ખાવું અને તે પણ ઇંદ્રિયાને મદેાન્મત્ત બનાવે તેવું ન ખાવું, પણ તે ત્રા ખરાખર ચાલ્યા કરે તેટલુ' અને તેવુ' જ ખાવુ. આ પ્રમાણે પાંચ ઇંદ્રિયા ને મન માટે સમજવું. જ્ઞાનીએ એને જ શ્રેષ્ઠ તપ કહે છે અને એવી રીતે સામે પૂરે તરતાં જ ભવસમુદ્રના કિનારા પાસી શકાય છે. બાકી પ્રવાહમાં વહન કરવાથી તેા મહાન્ સમુદ્રમાં દાખલ થઇ જવાય છે અને તેમાં દાખલ થયા એટલે તા અન ંત કાળ પત ભટકયા જ કરવું પડે છે.
તપસ્યાને અંગે ક્ષુધા, તૃષા, શીત, તાપ ઇત્યાદિ અનેક પ્રકારનું કષ્ટ સહન કરવુ પડે છે, પરંતુ જેમ અજ્ઞાનીઓસંસારસુખના અભિલાષીએ-તેમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ માને છે તેમ જ્ઞાનીને તે દુ:સહુ લાગતુ નથી તેને તે તેમાં આનંદ આવે છે; કારણ કે ખાવાપીવાને તેઓ ઉપાધિ માને છે. તપસ્યા કરવાવડે તેમના આત્મા નિર્મળ થતા હૈાવાથી તેમની આત્મજાગૃતિ વધતી જાય છે. આ પ્રસંગ ઉપર કર્તા દૃષ્ટાંત આપે છે કે જુએ ! આ સંસારમાં ધનના અથી મનુષ્યા અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે છે કે જે કષ્ટાના કહેતાં પાર આવે તેમ નથી. તેવાં કષ્ટા ધનાથી મનુષ્યાને તેમાં ધનપ્રાપ્તિ થતી હાવાથી દુ:સહુ લાગતા નથી, પણ ઊલટા તેમાં આનંદ આવે છે તેમ તપસ્યાદિ કષ્ટથી પણ આત્મિક લાભ થતા હેાવાથી તત્ત્વજ્ઞાનના અથી આને તેમાં આનંદ આવે છે, સત્તુપાયમાં પ્રવૃત્ત અને જ્ઞાની એવા તપસ્વીઓને તેમાં ( તપમાં ) ઉપેયપ્રાપ્તિરૂપ મધુરતા હૈાવાથી તપ કરતાં નિરંતર આનંદની વૃદ્ધિ જ થયા કરે છે. અહીં ઉપેય તે કર્મોની નિરારૂપ સમજવુ. કર્મની