________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩] ( રૂ?) તોડદરમ્ વિવેચન–આ અષ્ટકના પ્રારંભમાં જ કર્તા કહે છે કેજ્ઞાનવડે પૂર્વ કર્મો તપતા હોવાથી–તેનો ક્ષય (નિર્જરારૂપ) થતું હોવાથી તે જ્ઞાનને જ તપ કહે છે. આ અત્યંતર તપ છે અને તેને અત્યંત૨ તપના છ ભેદ પૈકી સજઝાય તપમાં સમાવેશ થાય છે. ઈષ્ટકાર્યસિદ્ધિ કરી આપનાર તો અત્યંતર તપ છે, પરંતુ તેની ઉપબૃહણ કરનાર–તેને પોષણ આપનાર બાહ્ય તપ છે. જેમ રસવતી નિષ્પાદક તો અગ્નિ છે પણ તેને પોષણ આપનાર કાર્ષ–ઇંધનાદિ છે તેમ અહીં પણ સમજવું. આટલા ઉપરથી જ્ઞાનીઓએ કાર્યકારણભાવ તરીકે બંને પ્રકારના તપની પૂર્ણ આવશ્યકતા દર્શાવી છે. કારણ સિવાય કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી.
ત્યારપછી કર્તા કહે છે કે-ઇંદ્રિયે માગે તે આપવું–તે દોરે તેમ દોરાવું આવી પ્રવાહ પ્રમાણે ચાલવાની વૃત્તિ તો આબાળવૃદ્ધ સર્વને અનુકૂળ છે, તે કાંઈ શીખવવી પડે તેમ નથી. અનાદિ કાળનો આ જીવને તેને અભ્યાસ છે. આબાળવૃદ્ધ સને પુદગળના સંગથી સુધા લાગે છે અને તેના નિવારણ માટે યથેચ્છ ખાવું-પીવું તે તે સૌને ગમે છે, અને એવી રીતે જે પ્રાણી કર્મથી મુકાતો હોય તો પછી આ સંસારમાં કોઈ રહે જ નહીં–સર્વની મુક્તિ થઈ જાય, પરંતુ એ પ્રવાહ તે સંસારમાં પરિભ્રમણ કરવાનું છે. મેક્ષની ઈચ્છાવાળાને તો તેથી વિરુદ્ધ વૃત્તિને અભ્યાસ કરે પડે તેમ છે. તેમાં તે સામે પૂરે ચાલવાનું છે. ક્ષુધા લાગે ત્યારે તપ કરીને બનતા સુધી
૩૩