________________
[૧૨]
શ્રી કરવિજયજી તેથી ઉત્તમ જીવેએ પ્રથમ પિતાના આત્માને શુદ્ધ ધ્યાનને અધિકારી થાય તેવો નિર્મળ કરવો જોઈએ.
છેવટના ત્રણ લેકમાં ધ્યાનયોગ્ય જીવની દશા વર્ણવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. તેવા શુદ્ધ થાની કે જેઓ, જેની તુલના ન થઈ શકે એવું અપૂર્વ સામ્રાજ્ય પિતાના આત્મામાં જ વિસ્તારે છે તેમને ઉપમા આપીએ તેવું આ જગતમાં કંઈ છે જ નહીં. તેને તે તેની પોતાની ઉપમા જ ઘટી શકે છે. જેમ આ જગતમાં જેનો પ્રતિબંધ ન હોય તેને અન્ય વસ્તુની ઉપમા આપી શકાતી નથી. સિદ્ધના સુખનું વર્ણન કરતાં તેનું અપ્રતિમ અગિળિક સુખ સર્વાશે આ દુનિયામાં ન હોવાથી–જે કે ભાવિત આત્મા મુનિમહારાજાઓ તેવા સુખની વાનકી ચાખી રહેલા હોય છે છતાં પણ વચન દ્વારા તેને કોઈ વસ્તુની ઉપમા આપી શક્તા નથી, તેમ આવા શુદ્ધ ધ્યાની કે જેમણે બાહ્ય મનોવૃત્તિને તદ્દન રોકી લીધી છે અને જ્ઞાનામૃતનું અવિચ્છિન્ન આસ્વાદન કરે છે તેમને કોઈની પણ ઉપમા ઘટી શકતી નથી. આવા ધ્યાની થવાની તીવ્ર અભિલાષા રાખી તેની યેગ્યતા મેળવવા માટે પ્રયત્ન કરે; અર્થાત્ તોગ્ય સામગ્રી મેળવવા અહર્નિશ ચીવટ રાખવી એ જ આ વિવેચનને ખાસ હેતુ છે. કુંવરજી
[જે. ધ. પ્ર. પુ૩૧, પૃ. ૧૩૮]