________________
[૫૧૦ ]
શ્રી કપૂરવિજયજી પ્રથમ લેકમાં જે અનન્યચિત્ત એવા મુનિને ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રિપુટી એકતાને પામી ગઈ હોય તેને દુઃખ માત્ર ન હોય એમ કહ્યું છે તે યથાર્થ છે. એવા મુનિને પછી દુઃખનો સંભવ જ કયાંથી હોય? પ્રથમ તો એવું મુનિપણું ઘણું અશુભ કર્મની શ્રેણુ તૂટી હોય તો જ પ્રાપ્ત થઈ શકે, તેમાં પછી પગલિક સુખ કે દુઃખ કે જે માત્ર સંસારી જીવોની માન્યતારૂપ જ પ્રાયે હોય છે તે તેમને કયાંથી જ હેાય ? સંસારી જી ઇસિત પુગળના અસંગમાં કે વિયેગમાં દુઃખ માને છે, પૂર્વોક્ત મહાત્માઓને તે તેની વાંછા જ હોતી નથી, તે પછી તેમાં દુઃખ માનવું રહ્યું જ કયાં? વળી સંસારી સુખ કે દુઃખની વાસ્તવિક વ્યાખ્યાને સમજતા ન હોવાથી તેમ જ પરિણામ પર્યત દષ્ટિ પહોંચતી ન હોવાથી મિથ્યા સુખ કે દુઃખ માને છે; તેવી માન્યતા આ વિબુધ મહાત્માઓની ન હોવાથી, તેઓ ખરેખરા વિજ્ઞ હેવાથી તેમને દુઃખ ન જ હોય એ વાત અક્ષરશ: સિદ્ધ જણાય છે.
બીજા લેકમાં યાતા-અંતરાત્મા, થેય-પરમાત્મા અને ધ્યાન-એકાગ્રતાની પ્રાપ્તિ-એ બતાવવામાં આવેલ છે. ધ્યાતા વિશુદ્ધ ન હોય ત્યાં સુધી તે પરમાત્માનું એકાગ્રતાએ ધ્યાન કરી શકતો જ નથી. તેને અશુદ્ધિ રોકે છે, તેથી અંતરાત્માપણું પામેલા જીવ જ શુદ્ધ ધ્યાનને અધિકારી છે એ ખરેખરી હકીકત છે. આ ત્રણની એકતા થવાની આત્મહિતેચ્છુ માટે પૂરી આવશ્યતા છે. તેને જ જ્ઞાનીઓ સમાપત્તિ અથવા લય કહે છે.
આત્મા જ્યારે કમળથી રહિત થાય છે અર્થાત તેની ઉપરને કર્મમળ જેમ જેમ ઓછો થતો જાય છે તેમ તેમ