________________
[ પ૦૪]
શી કપૂરવિજયજી યોગ્ય છે. યોગીઓને માટે તે એ જ યજ્ઞ કર્તવ્યરૂપ છે તેથી અન્ય સર્વ યને અકર્તવ્યરૂપ સમજી ખરા કર્તવ્યપરાયણ થવું જોઈએ. આવા કારણથી જ બ્રહ્મ જે આત્મા તેના હિત માટે જ સર્વસ્વનું અર્પણ કરનાર, બ્રહ્મ દષ્ટિવાળા, બ્રહ્મ સાધન કરનારા, બ્રહ્મવડે અબ્રહ્મને બ્રહ્મને વિષે બ્રહ્મ ગુપ્તિવાળા થઈને હમ કરે છે, તેવા બ્રહ્માધ્યયનમાં નિષ્ઠાવાળા અને પરબ્રહ્મમાં સમાધિવાળા બ્રહ્મો ( આત્માઓ ) ખરા નિયાગને ઓળખીને તેને જ આદરે છે કે જેથી તેઓ પાપકર્મથી લેપાતા નથી.
આ અષ્ટકના અધિકારી તેમ જ તેના ખરા સ્વરૂપના લેખકો બહુ અલ્પ હોય છે તેથી અહીં તેનો વિસ્તાર કરવામાં આવ્યું નથી. આ અષ્ટકનું રહસ્ય એ છે કે હિંસક યોને તજી દઈને અહિંસક યજ્ઞ કરવા ઉત્તમ છાએ તત્પર થવું. ગૃહસ્થાએ પણ ઐહિક સુખની આશાએ કદી પણ પાપકારી ય કરી પોતાના આત્માને પાપ પ્રવૃત્તિથી લિપ્ત કરે નહીં, કારણ કે તેવા યજ્ઞથી બતાવવામાં આવત લાભ માત્ર ભ્રમણુરૂપ છે. તેનાથી તેવા પ્રકારના કહેવામાં આવતા ઐહિક સુખેની પણ પ્રાપ્તિ થતી નથી, માત્ર તેનાથી તો તેવા યજ્ઞ કરાવનારાની વાસના જ તૃપ્ત થાય છે, માટે ધ્યાનાગ્નિમાં કર્મોને અથવા જ્ઞાનાગ્નિમાં અહંકારાદિનો હોમ કરવારૂપ ભાવયજ્ઞ કરે અને દ્રવ્યયજ્ઞ કરવાની ઈચ્છા થાય તો વીતરાગની દ્રવ્યપૂજા અનેક પ્રકારના ઉત્તમ દ્રવડે તેના અધિકારી ગૃહસ્થાએ કરવી કે જેથી ઐહિક ને આમુમિક બંને પ્રકારના સુખની - પ્રાપ્તિ થઈ શકે છે.
કુંવરજી [ જે. ધ. 2. પુ. ૩૦, પૃ. ૩૩૭]
જે