________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૫] (૨૬) જૂના વિવેચન-વન ધાતુ દેવપૂજામાં પ્રવર્તે છે એથી યોગયજ્ઞને અર્થ દેવપૂજા એવો થાય છે એ સંબંધથી આવેલી દ્રવ્યભાવપૂજાનું સ્વરૂપ શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે.
પૂજ્યની પૂજા બે પ્રકારની છે એક દ્રવ્યપૂજા તથા બીજી ભાવપૂજા. શુભ અથવા શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યપૂજા ભાવપૂજાનું કારણ હોવાથી તે ચોગ્ય અધિકારી જીવને અધિક ઉપકારી થાય છે. આરંભવાળાં કાર્યમાં રક્ત ગૃહસ્થ દ્રવ્ય પૂજાને મુખ્યપણે અધિકારી છે, અને સર્વ આરંભરહિત મુનિ ભાવપૂજાના જ અધિકારી છે. વળી ગૃહસ્થ પણ શુદ્ધ લક્ષથી દ્રવ્યપૂજાવડે ભાવને પણ સાધી શકે છે, પરિણામે તે ભાવપૂજાનો પણ અધિકારી થઈ શકે છે, માટે સોચિત કર્તવ્ય કરવામાં પ્રમાદ નહિ કરતાં શુદ્ધ લક્ષપૂર્વક આત્માર્પણ કરતાં રહેવું જોઈએ.
પ્રથમ ભાવપૂજાનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. શુદ્ધ સાધ્ય લક્ષથી જે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરવામાં આદરવંત થાય તે તે પણ અંતે તેવા ભાવને પામે છે. ભાવનિષ્ઠ રહેવું એ મુનિનું તે ખાસ કર્તવ્ય જ છે. - આ અષ્ટકમાં પૂજા શબ્દ દ્રવ્યપૂજા ને ભાવપૂજા બંનેને સમાવેશ છે, પરંતુ ખરી રીતે તેમાં ભાવપૂજાનું સ્વરૂપ જ બતાવ્યું છે. દ્રવ્યપૂજામાં જળાદિક જે જે પદાર્થો જોઈએ-જે સાધન વડે પરમાત્માની પૂજા કરી શકાય તે તે જગ્યાએ ભાવ પૂજામાં શું શું ભાવે જોઈએ કે જેનાવડે આત્મારૂપ પરમાત્માની વાસ્તવિક પૂજા થાય તે અત્ર પૃથક્ પૃથક્ વિભાગ પાડીને જ બતાવવામાં આવે છે.