________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૩] ને હોમવા અર્થાત્ ધ્યાનાગ્નિવડે કર્મોને બાળી દેવા-કર્મોની નિજેરા કરવી તે જ છે. આ હકીકતની આ અષ્ટકમાં બહુ સારી પુષ્ટિ કરી છે. અર્થ લખવામાં પણ સારો વિસ્તાર કરેલો છે તેથી વિવેચન લખવાની આવશ્યકતા નથી તે પણ ટૂંકામાં લખવામાં આવ્યું છે.
શાસ્ત્રકાર કહે છે કે–જે તારે આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવી હોય તે પાપકારી કર્મયજ્ઞને છોડી પાપવિવૃંસકારી જ્ઞાન યેગમાં પ્રવૃત્તિ કર. કર્મયજ્ઞ વેદોક્ત હોવાથી કરવા યોગ્ય તું માનતે હોય તો તેમાં તારી ભૂલ થાય છે, કારણ કે એવા હિંસક ય મૂળ વેદોમાં હતા જ નહીં. આ યજ્ઞની પ્રરૂપણાવાળા વેદ તે નવીન વેદે છે. એને માટે શ્રીમાન આત્મારામજી મહારાજે પ્રગટ કરેલ જેનતજ્વાદશ, અજ્ઞાનતિમિરભાસ્કર અને તત્વનિર્ણય પ્રાસાદ એ ત્રણે ગ્રંથોમાં ઘણા વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે. વીતરાગની દ્રવ્યપૂજા વિગેરે પણ યજ્ઞ કહેવાય છે પરંતુ તેના અધિકારી ગૃહસ્થ છે; યેગીઓ તે જ્ઞાનયજ્ઞના જ અધિકારી છે. તેને માટે વીતરાગની દ્રવ્યપૂજાદિ યજ્ઞો પણ કર્તાવ્યરૂપ નથી. દરેક કાર્ય અધિકારી પરત્વે જ કર્તવ્યરૂપ ગણાય છે. દરેક કર્તવ્ય દરેકને (ગૃહસ્થ, યેગી વિગેરે સર્વને) કરવા યોગ્ય હોતા નથી.
યજ્ઞાદિ કર્મ પણ ભિન્ન ઉદ્દેશવડે અર્થાત યોગ્યતા વિરુદ્ધ અન્ય ઉદ્દેશવડે કરવામાં આવ્યા હોય તો તે તેથી ભિન્ન ફળ આપતા નથી, અર્થાત જે ઉદ્દેશથી કરવામાં આવ્યા હોય તે પ્રકારનું જ ઓછું કે વધતું ફળ આપે છે. તેથી અહિંસક યો પણ શુભ ઉદ્દેશવડે જ સાધ્યને નિર્ણય કરીને કરવા ઉચિત છે.
ઉત્તમ જીવોએ જ્ઞાનાગ્નિમાં અહંકાર, ક્રોધ, લોભ, મોહ, મત્સર, પરદ્રોહાદિ અનેક પ્રકારના દુર્ગાને જ હામ કરવા