________________
લેખ સંગ્રહ: ૬ : ,
[ ૪૭૭ ] માર્ગે ચાલવા અવિચ્છિન્ન પ્રયત્ન કરે છે. તેને માટે જ પાંચમા લોકમાં કહે છે કે –“ આ પ્રમાણે ભવસમુદ્ર અત્યંત ભયંકર હોવાથી જ્ઞાની તેનાથી ઉદ્વિગ્ન ચિત્તવાળા થઈને તેને તરવાને ઉપાય સર્વ પ્રયત્નવડે છે છે.” ૫
આવી તીવ્ર ઈચ્છા થવાથી જ્ઞાનીઓ મોક્ષમાર્ગની શોધ કરે છે–સંસારસમુદ્રથી કેમ પાર ઉતરાય? તેને માટે બતાવેલા અનેક ધર્માધ્યક્ષપ્રણીત માર્ગોમાંથી સર્વપ્રણીત મેક્ષમાર્ગને શોધી કાઢી તેને અંગીકાર કરે છે અને તેના આરાધનમાં અનન્ય ચિત્તવાળા થાય છે કે જેમ મૃત્યુના ભયથી તેલથી ભરપૂર માત્રને લઈને આખા નગરમાં ફરનાર મનુષ્ય તેમાંથી જરાપણ તિલબિંદુ બહાર ન પડવા માટે એકચિત્ત થઈ જાય છે અથવા તે રાધાવેધ સાધનાર ધનુષ્યધારી અવળાસવળા ફરતા ચક્રોમાંથી ઉપર રહેલી રાધા નામની પૂતળીના નેત્ર તરફ બાણ મારવા માટે એકચિત્ત થઈ જાય છે. ૬ :
આવા ભવભીરુ પ્રાણીઓ પરીસહ, ઉપસર્ગાદિ દુઃખ સહન કરવાથી સાંસારિક દુઃખોથી મૂકાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે કે જેમ વિષથી વિષનું નિવારણ થાય છે અને અગ્નિથી અગ્નિ બુઝાય છે તેમ સમભાવે સહન કરેલા દુઃખે અનેક પ્રકારના પૂર્વકર્મોને ક્ષય કરી પ્રાંતે સર્વ દુઃખોથી મુક્ત કરે છે. ઔષધિવડે મારેલું વિષ સ્થાવર જંગમ વિષને હણે છે અને અગ્નિ સામે અગ્નિ સળગાવવાથી પ્રથમને અગ્નિ બુઝાઈ જાય છે. આ બંને દષ્ટાંતે અનુભવીને અનુભવગમ્ય છે. ૭ ' આ પ્રમાણે આ સંસારમાં ઉદ્વિગ્નતા થવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી તેમાં આનંદ આવે–ઉગ ન આવે ત્યાં સુધી તેમાંથી છૂટો પડવા–તેનાથી મૂકાવા કણ પ્રયત્ન કરે ? કઈ ન કરે. જેને તેમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય તે જ તે પ્રયત્ન કરે.